Gujarati News

Gujarati News

News of Tuesday, 18th August 2020

૧૦૦ નેતાએ નેતૃત્વ બદલવા માટે માગણી કરી : સંજય ઝા

કોંગ્રેસમાં એક પછી એક આંતરિક વિવાદ વકરે છે : સંજય ઝા ભાજપના ઈશારે કામ કરતા હોવાનો પક્ષનો આરોપ

નવી દિલ્હી, તા.૧૭ : કોંગ્રેસમાંથી બરતરફ કરાયેલા સંજય ઝાએ સોમવારે એવો દાવો કર્યો હતો કે પાર્ટીના ૧૦૦ નેતાઓએ સોનિયા ગાંધીને લીડરશીપ બદલવા માટે પત્ર લખ્યો છે. જોકે કોંગ્રેસ પાર્ટીએ ઝાના દાવાને ફગાવી દીધો છે. પાર્ટીના પ્રવક્તા રણદીપસિંહ સુરજેવાલાએ કહ્યું કે ફેસબુક અને ભાજપ વચ્ચેની સાઠગાંઠ પરથી ધ્યાન ભટકાવવા માટે પ્રકારના દાવા કરવામા આવી રહ્યા છે. સંજય ઝાએ ટ્વિટ કર્યું હતું કે પાર્ટીના ૧૦૦ નેતાઓએ પાર્ટી અધ્યક્ષ સોનિયા ગાંધીને એક પત્ર લખ્યો છે જેમાં પોલિટિકલ લીડરશીપ બદલવાનું કહેવામા આવ્યું છે. પત્રમાં કોંગ્રેસ વર્કિંગ કમિટીમાં પારદર્શક પદ્ધતિથી ચૂંટણી કરાવવાની માગણી પણ કરવામાં આવી છે. તેઓ પાર્ટીના આંતરિક મામલાઓથી દુઃખી છે.

            ઝાનો દાવો છે કે પત્ર લખનારા નેતાઓમાં પાર્ટીના અમુક સાંસદો પણ સામેલ છે. કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ કહ્યું કે પ્રકારનો કોઇ પત્ર પાર્ટીને મળ્યો નથી. ભાજપ અને ફેસબુક ગ્રુપથી ધ્યાન ભટકાવવા માટે પ્રકારના પત્રની વાત કહેવામા આવી રહી છે. ભાજપના ધુરંધરોએ પણ તેના વિશે બોલવાનું શરૂ કર્યું છે. કોંગ્રેસના પ્રવક્તા સુપ્રિયા શ્રીનેતે કહ્યું કે પાર્ટીમાં આંતરિક લોકતંત્ર છે અને નેતાઓને પત્ર લખવાની આઝાદી છે. પ્રકારના નેતા ભાજપના ઇશારા પર કામ કરી રહ્યા છે.

(12:00 am IST)