Gujarati News

Gujarati News

News of Tuesday, 18th August 2020

વિદ્યાર્થીઓ પર સર્વેલન્સના કારણે ઓનલાઇન શિક્ષણ પ્લેટફોર્મ શંકાના ઘેરામાં

ડેટાના અનુગામી નિરીક્ષણથી બાળકની ગોપનીયતા, આત્મ-અભિવ્યક્તિ અને સ્વાયત્તતાનું ઉલ્લંઘન

નવી દિલ્હી: કોરોના મહામારીના કારણે વિદ્યાર્થીઓમાં ઓનલાઈન શિક્ષણનું વલણ વધ્યું છે. આમ પણ હવે શાળાઓ પાસે દૂરથી નિર્દેશ આપવા ઉપરાંત એકપણ વિકલ્પ નથી. સરકાર તેવી યોજનાઓ લાવી રહી છે, જેનાથી છેવાડાના વિસ્તારમાં પણ ડિજિટલ ક્લાસ રૂમ ચલાવી શકાય. વર્તમાનની તાત્કાલિત જરૂરિયાતોને જોતા, શૈક્ષણિક સંસ્થાઓ સરળતાથી ઉપયોગમાં આવનાર ટેકનોલોજી અપનાવી રહ્યાં છે, પરંતુ તે ટેકનોલોજી સાથે ઉભી થનાર પ્રાઈવસી (ગોપનિયતા) સાથે જોડાયેલી સમસ્યાઓને નજર અંદાજ કરી રહી છે.

SWAYAM (Study Webs of Active Learning for Young Aspiring Minds), દીક્ષા, ઈ-પાઠશાળા, નેશનલ રિપોઝટરી ઓફ ઓપન એજ્યુકેશનલ રિસોર્સેજ, NIOS અને ઈ-યંત્ર જેવા IT ઈનીશિએટટિવ, વર્ચ્યુઅલ લેબ્સ, ઓપન સોર્સ સોફ્ટવેર ફોર એજ્યુકેશન જેવા કેટલાક કાર્યક્રમ આ દિશામાં ચલાવવામાં આવી રહ્યાં છે. આ પ્લેટફોર્મનો ઉપયોગ માત્રને માત્ર શિક્ષણ અને વિદ્યાર્થીઓ વચ્ચે વ્યહાર સુધી જ સીમિત નથી (તેનું રેકોર્ડિંગ કરવું પણ ગોપનીયતાનું ઉલ્લંઘન છે) પરંતુ આ પ્લેટફોર્મસથી વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન, ટેસ્ટના પરિણામ, હાજરી, ક્લાસમાં ભાગીદારી, ચેટબોક્સ અને બીજી શૈક્ષણિક ગતિવિધિઓની પણ સુવિધા મળે છે.

આ પ્લેટફોર્મ્સમાં ડેટા સંગ્રહ અને પ્રક્રિયા કરવાની ક્ષમતાની ખૂબ મોટી માત્રા છે, જેના કારણે તે ખૂબ જ અસુરક્ષિત અને ગોપનીયતા ઉલ્લંઘનકાર બની જાય છે. તેથી, આ પ્લેટફોર્મ સરકારી અને ખાનગી ખેલાડીઓ માટે ચારો છે, ના દ્વારા તેઓ એક નિયંત્રિત અને શોષિત સમાજ બનાવી શકે છે, જેઓ ડેટાને શરીરનો જ હિસ્સો માનશે. કેમ કે, ત્યાં બાળકોની પ્રવૃત્તિઓનું સંપૂર્ણ ‘ડેટાફિકેશન’ કરવામાં આવશે.

આ માઈકલ ફોકોઉલ્ટના પેનોપ્ટીસિઝમ સાથે મેચ થાય છે. જ્યાં શાળા નિયંત્રક બાળકો પર નજર રાખે છે, તેમને સંચાલિત અને નિયંત્રિત કરે છે. આના આધાર પર શાળા નિયંત્રક બાળકોના આંકડાઓ પર આધારિત રિપોર્ટ બનાવી શકે છે. આમાં બાળકોની ભાગીદારી, કામ પર લગાવવામાં આવેલા સમયનો આંકડો, ક્વિઝના પરિણામ હોય છે. આભાસી વર્ગખંડો દ્વારા શારીરિક અને નિર્ણાયક ગોપનીયતાનું ઉલ્લંઘન કરે છે.

વ્યક્તિગત જાણકારીને મોટા ડેટાબેસમાં એકઠી કરવી અને પછી તેનો ઉપયોગ કરવો, જે મોટાભાગે સંમતિ વગર હોય છે, તેનાથી ડેટા સુરક્ષા અને પ્રાઈવસી માટે મોટો ખતરો ઉભો થઇ જાય છે. આવું ખાસ કરીને ત્યારે થાય છે, જ્યારે ખાનગી ક્ષેત્રના લોકો કોઈની પ્રોફાઈલિંગ માટે ડેટા અને પ્રોસેસ કરે છે.

ત્યાં પણ અનિશ્ચિતતા છે કે શું શાળાના નિયંત્રકો વર્ગનો વિડિઓ સ્ટોર કરે છે અને પછી તેને બાહ્ય ક્લાઉડ આધારિત સેવા પ્રદાતાને આપે છે. સંમતિનો અભાવ, સલામતીની જોગવાઈઓનો અભાવ અને ડેટાના અનુગામી નિરીક્ષણથી બાળકની ગોપનીયતા, આત્મ-અભિવ્યક્તિ અને સ્વાયત્તતાનું ઉલ્લંઘન થાય છે.

સંયુક્ત રાષ્ટ્ર સંમેલનના ચાઇલ્ડ રાઇટ્સ (યુએનસીઆરસી) ના આર્ટિકલ 16 એ બાળકની ગોપનીયતાના અધિકારને સ્પષ્ટપણે માન્યતા આપે છે. ભારતે પણ આ સંમતિ પર હસ્તાક્ષર કર્યા છે, જેના દ્વારા બાળકનું પોતાનું કુટુંબ, ઘર અથવા અન્ય કોઈ પણ જગ્યાએ, તેની ગુપ્તતાના ઉલ્લંઘનમાં માનવીય રીતે પ્રતિબંધિત કરવામાં આવ્યો છે.

ભારતમાં શૈક્ષણિક પ્લેટફોર્મ પર નિયંત્રણની ગેરહાજરીથી શૈક્ષણિક સંસ્થાઓ અને તેના દ્વારા ઉપયોગ પર લેવામાં આવેલી સેવાઓ વચ્ચે અસ્પષ્ટતા અને જાણકારીમાં વિષમતા આવી ગઈ છે. આ પ્લેટફોર્મ્સ વ્યક્તિગત ડેટા માટે અનિચ્છનીય ખતરો છે. સમાન ધોરણો લાગુ કરવામાં નિષ્ફળતા વ્યક્તિગત અધિકાર અને જવાબદારીઓના અમલીકરણમાં અસમાનતા તરફ દોરી શકે છે.

ભારતીય ન્યાયતંત્રે હજુ સુધી બાળકોની ગોપનીયતા અંગે કોઈ નિર્ણય સંભળાવ્યો નથી. પરંતુ રાઈટ ટૂ પ્રાઈવસીનું વિસ્તારથી પરીક્ષણ કર્યું છે. આભાસી (વર્ચુઅલ) વર્ગખંડો દ્વારા થનાર સર્વેલન્સ શારીરિક અને નિર્ણાયાત્મક ગોપનીયતાનું હનન થાય છે.

(12:00 am IST)