Gujarati News

Gujarati News

News of Tuesday, 18th August 2020

મધ્ય ભારતની સાથોસાથ ગુજરાતના પૂર્વ - ઉત્તરના ભાગોમાં વરસાદી એકટીવીટી જોવા મળશે

પંજાબ, હરિયાણા, યુ.પી., એમ.પી., પૂર્વ રાજસ્થાનમાં પણ વરસાદી દોર જારી રહેશે : સ્કાયમેટ

નવી દિલ્હી : મધ્ય ભારતની સાથોસાથ ગુજરાતના પૂર્વ અને ઉત્તરના ભાગોમાં પણ વરસાદી દોર જારી રહેશે તેમ વેધરની ખાનગી સંસ્થા સ્કાયમેટ દ્વારા જણાવાયુ છે.

દેશના ત્રણ રાજયો લદાખ ૬૬ ટકા, જમ્મુ કાશ્મીર ૪૩ ટકા, મણીપુર ૪૭ ટકા ઓછો વરસાદ નોંધાયો છે.

હાલના અનુમાન મુજબ દેશના મધ્ય ભારતમાં વરસાદની સંભાવના વધુ છે. પંજાબથી હરિયાણા અને ઉત્તરપ્રદેશ, પૂર્વ રાજસ્થાન, કોંકણ, ગોવા, મધ્યપ્રદેશ, ઉત્તર છત્તીસગઢમાં તેમજ ગુજરાતના પૂર્વ અને ઉત્તરના ભાગોમાં સારા વરસાદની સંભાવના છે.

હવાનું હળવુ દબાણ જેમ - જેમ ઉત્તર - પશ્ચિમ દિશામાં આગળ વધશે જેની અસર ઓડીસ્સા, પશ્ચિમ બંગાળ, ઝારખંડ, છત્તીસગઢ અને મધ્યપ્રદેશમાં જોવા મળશે. આ ભાગોમાં ચોમાસુ સક્રિય જોવા મળશે.

ઓગષ્ટ મહિનામાં બંગાળની ખાડીની આ ચોથી સિસ્ટમ્સ છે જેની અસર મધ્ય ભારત, પૂર્વોત્તર અને ઉત્તર ભારતમાં જોવા મળશે.

બિહારમાં હાલમાં ત્રણ - ચાર દિવસ વરસાદની સંભાવના ઓછી છે. દક્ષિણ ભારતના તેલંગણાના અમુક ભાગ સિવાય વાતાવરણ ચોખ્ખુ રહેશે. મહારાષ્ટ્રના વિદર્ભમાં આગામી બે - ત્રણ દિવસ હળવો વરસશે. ત્યારબાદ વરસાદની એકટીવીટીમાં વધારો જોવા મળશે.

(11:49 am IST)