Gujarati News

Gujarati News

News of Tuesday, 18th August 2020

'જળ પ્રલય'થી દેશમાં હાહાકાર! લાખો લોકો પૂરથી પ્રભાવિત

ઘર-ખેતરોમાં ચારેબાજુ પાણી જ પાણી

નવી દિલ્હી,તા.૧૮ : બિહારમાં પૂરનો કહેર સતત ચાલુ છે. કેટલાક વિસ્તારોમાં ભલે પૂરના પાણી ઓસર્યા છે પરંતુ હજુ પણ પૂરગ્રસ્ત વિસ્તારોમાં ખેતરો પૂરના પાણીથી ભરાયેલા છે. રાજયના ૧૬ જિલ્લાઓના ૧૩૦ વિસ્તારોમાં હજુ પણ પૂરના પાણી ફેલાયેલા છે. જેનાથી લગભગ ૮૧ લાખથી વધુ લોકો પ્રભાવિત થયા છે. પૂરથી અત્યાર સુધીમાં ૨૫ લોકોના મોત થઈ ચૂકયા છે જયારે આઠ લાખ હેકટરમાં પાક સંપૂર્ણ રીતે બરબાદ થઈ ગયો છે.

ઉત્ત્।ર પૂર્વના રાજય આસામમાં પણ પૂર અને વરસાદે લોકોને બેહાલ કરી નાખ્યા છે. અહીં સિંગરા નદીનું જળસ્તર વધવાથી અનેક લોકો ડૂબવાના સમાચાર છે. આસામના ત્રણ જિલ્લા દ્યેમાજી, લખીમપુર અને બકસા હજુ પણ પૂરની ઝપેટમાં છે અને આ જિલ્લાના ૧૧૯૦૦ લોકો પૂરથી પ્રભાવિત છે. પૂર સંબંધિત દ્યટનાઓમાં ૧૧૨ લોકોના મોત થયા છે જયારે ભૂસ્ખલનમાં ૨૬ લોકો માર્યા ગયા છે. ત્રણ પૂર પ્રભાવિત જિલ્લાઓમાં ૨૮ ગામડા અને ૧૫૩૫ હેકટર પાક વિસ્તાર જળમગ્ન છે.

છત્ત્।ીસગઢમાં બિલાસપુરના ખૂંટાઘાટમાં નદીના તેજ પ્રવાહમાં ફસાયેલા એક યુવકને ભારતીય વાયુસેનાએ હેલિકોપ્ટરની મદદથી રેસ્કયુ કર્યો. આ યુવક તેજ પ્રવાહ વચ્ચે ફકત એક ઝાડના સહારે આખી રાત ફસાયેલો રહ્યો હતો.

આ બાજુ ગુજરાતમાં પૂર અને વરસાદે કહેર મચાવ્યો છે. સુરત, જામનગર અને વડોદરા પૂરથી બેહાલ છે. સુરત અને વડોદરાના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયેલા છે. અહીં વિશ્વામિત્રીનદીનું જળસ્તર વધ્યું છે. અત્રે જણાવવાનું કે હવામાન ખાતાએ આગામી ૩ દિવસ સુધી વડોદરામાં ભારે વરસાદની ચેતવણી આપેલી છે. ગીરના લાખણકા ગામમાં એક કાચા મકાનની દીવાલ પડી ગઈ અને મકાન  ધરાશાયી થઈ ગયું. ભારે વરસાદના કારણે ગુજરાતમાં નર્મદા જિલ્લાના ડેડિયાપાડામાં લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા છે. વડોદરામાં તો મગરમચ્છ રસ્તાઓ પર પહોંચી ગયાં.જો કે ત્યાર બાદ એક સંસ્થાએ મગરમચ્છને ત્યાંથી હટાવ્યાં.

ઉત્ત્।ર પ્રદેશની વાત કરીએ તો નેપાળના બેરાજથી લગભગ ૩ લાખ કયૂસેક પાણી છોડાયા બાદ ત્યાં ઘાઘરા નદીનું જળસ્તર વધી ગયું છે.  ઘાઘરા  નદીનું જળસ્તર વધતા સીતાપુર, ગોંડા અને બહરાઈચ સહિત અન્ય જિલ્લાઓમાં પૂર જેવા હાલાત છે.

(11:57 am IST)