Gujarati News

Gujarati News

News of Tuesday, 18th August 2020

આવતા વર્ષે આવશે મેઇડ ઇન ઇન્ડીયા આઇફોન-૧ર

આઇ ફોન એસઇનું ઉત્પાદન આ વર્ષના અંત સુધીમાં

નવી દિલ્હી તા. ૧૮ :.. કંઝયુમર ટેકનીક ક્ષેત્રની કંપની એપલ ર૦ર૧ ના મધ્ય સુધીમાં પોતાના આગામી ફોન આઇ ફોન-૧ર નું ભારતમાં ઉત્પાદન શરૂ કરવાની યોજના બનાવી રહી છે. આઇફોન એસઇનું ઉત્પાદન આ વર્ષના અંત સુધીમાં દેશમાં શરૂ થઇ જશે. આ સાથે જ કંપની ભારતમાં પોતાના સાતમા આઇફોન મોડલનું ઉત્પાદન શરૂ કરી દેશે.

અત્યાર સુધી એપલ પોતાના પાંચ સ્માર્ટ ફોન મોડલનું ઉત્પાદન સ્થાનિક સ્તરે કરી રહી છે. તેમાં આઇફોન એસઇ, ૬ એસ. ૭, એકસઆર અને આઇફોન-૧૧ સામેલ છે. આઇફોન એસઇને આ વર્ષે એપ્રિલમાં માર્કેટમાં લોંચ કરાયો હતો અને આશા વ્યકત કરાઇ રહી છે કે ટૂંક સમયમાં આ ફોન મેડ ઇન ઇન્ડીયા ટેગ સાથે સ્થાનિક બજારમાં ઉપલબ્ધ થઇ જશે.

સુત્રો અનુસાર, એપલની ભાગીદાર વિસ્ટ્રોન બેંગ્લોર ટેકનોલોજીમાં આ પરિયોજનાને પ્રાયોગિક ધોરણે શરૂ કરી દેવાઇ છે. કોન્ટ્રાકટ પર ઉત્પાદન કરતી તાઇવાનની આ કંપનીએ ર૯૦૦ કરોડ રૂપિયાના રોકાણની યોજના બનાવી છે. કંપનીએ આના માટે કર્મચારીઓની ભરતી શરૂ કરી દીધી છે. વિસ્ટ્રોનની યોજના તબકકાવાર રીતે ૧૦,૦૦૦ કર્મચારીઓને નિયુકત કરવાની છે. જયારે હાલ ૧૦૦૦ કર્મચારીઓ સાથે કામ શરૂ થઇ ચુકયું છે. ઓકટોબરથી આ ફેકટરી સંપૂર્ણ રીતે ચાલુ થઇ જશે.

(11:58 am IST)