Gujarati News

Gujarati News

News of Tuesday, 18th August 2020

કોરોના મહામારી - લોકડાઉનના સમયમાં

યુવા વર્ગે શેરબજારમાં કર્યું ધૂમ ટ્રેડીંગ

એપ્રિલથી જુન સુધીમાં ૨૪ લાખ નવા ડીમેટ ખાતા ખુલ્યા : કુલ ખાતા ૪ કરોડ ઉપર

નવી દિલ્હી તા. ૧૮ : કોરોના મહામારી અને લોકડાઉનના કારણે ઘરમાં પુરાઇ રહેલ યુવાઓના કારણે ભારતીય શેરબજારને મોટો સહારો મળ્યો છે. પગારમાં કાપને ભરપાઇ કરવા માટે યુવાઓ જોરદાર શેર ટ્રેડીંગ કરી રહ્યા છે. આના લીધે સંકટ સમયે શેરબજારને પણ મદદ મળી છે.

સેબીના આંકડાઓ અનુસાર, એપ્રિલથી લઇને જૂન ૩૦ સુધીમાં ૨૪ લાખ નવા ડીમેટ ખાતા ખુલી ચૂકયા છે. તો છેલ્લા ૬ મહિનામાં ૩૯ લાખ નવા ડીમેટ ખાતા ખુલ્યા છે. દેશમાં કુલ ડીમેટ ખાતાઓની સંખ્યા વધીને ૪.૩૨ કરોડ થઇ ગઇ છે. રિપોર્ટ એ સ્પષ્ટ ખબર પડી છે કે વર્તમાન સમયમાં શેરબજારમાં દિલચશ્તી લેવામાં સૌથી આગળ એ યુવા રોકાણકારો છે જે પહેલા પૈસા નહોતા રોકતા.

કોરોના સંકટના કારણે ૨૩ માર્ચે શેરબજાર નિચલી સપાટીએ પહોંચી ગયું હતું. મોટી મોટી કંપનીઓના શેર ગગડી ગયા હતા. આ તકનો લાભ ઉઠાવવા બજારમાં નવા નવા રોકાણકારો આવવા લાગ્યા હતા. કોરોના કાળમાં દિલ્હી, બેંગ્લોર, મુંબઇ, ચેન્નઇ, કોલકત્તા, અમદાવાદ જેવા મહાનગરોમાં યુવાઓમાં શેરબજાર બહુ લોકપ્રિય થયું છે. ખાલી મુંબઇ, દિલ્હી અને બેંગ્લોરમાં જ ૩૦ ટકા નવા રોકાણકારો જોડાયા છે. એપ્રિલમાં શોખથી ટ્રેડીંગ કરનારા યુવાઓ હવે સંપૂર્ણ રિસર્ચ કરી રહ્યા છે.

(3:00 pm IST)