Gujarati News

Gujarati News

News of Tuesday, 18th August 2020

સુપ્રીમ કોર્ટે અરજી ફગાવી દીધી

NDRFમાં PM કેયર્સના પૈસા ટ્રાન્સફર થશે નહી

નવી દિલ્હી તા. ૧૮ : PM Cares Fundમાં જમા થયેલ પૈસાને રાષ્ટ્રીય આપત્ત્િ। રાહત નિધિ (NDRF)માં ટ્રાંસફર કરી શકાય નહી. સુપ્રીમ કોર્ટે આ સંબંધમાં દાખલ યાચિકાને ખારીજ કરી દીધી છે. કોરોના મહામારીથી લડવા માટે કેન્દ્ર સરકારની અને PM Cares Fund ટ્રસ્ટનું ગઠન કરવામાં આવ્યુ છે. સુપ્રીમ કોર્ટે કહ્યુ છે કે, NDRFમાં યોગદાન કરવા માટે કોઈપણ વ્યકિત અને કોર્પોરેટ્સ માટે કોઈ કાનૂની પ્રતિબંધ નથી. તે સિવાય કોર્ટે તે પણ કહ્યુ છે કે, સરકાર PM Cares Fund ની રાશિને સાચી જગ્યાએ ટ્રાન્સફર કરવા માટે સ્વતંત્ર છે કારણ કે, આ બંને ફંડ અલગ છે.

સેન્ટર ફોર પબ્લિક ઈંટરેસ્ટ લિટિગેશન (CPIL)તરફથી દાખલ જનહિત અરજી પર સુપ્રીમ કોર્ટે ૧૭ જૂનના રોજ સુનાવણી પૂરી કરી નિર્ણય સુરક્ષિત રાખી લીધો છે. આ અરજીમાં PM Cares Fundમાં જમા થયેલ પૈસાને રાષ્ટ્રીય આપત્તિ રાહત નિધિ NDRF ફંડમાં ટ્રાન્સફર કરવાની માગ કરી છે. આ પહેલા મામલાની સુનાવણી દરમિયાન કેન્દ્ર સરકાર તરફથી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યુ હતુ કે, NDRF ફંડ પણ CSR લાભ માટે પાત્ર છે. તો કપિલ સિબ્બલે તર્ક આપ્યુ હતુ કે, NDRF માં કોર્પોરેટ્સનું યોગદાન હશે નહી કારણ કે, NDRF નું યોગદાન સીએસઆરના માધ્યમથી થઈ શકે નહી અને તેમને કોઈ લાભ મળશે નહી.

તો સીનિયર વકીલ દવેએ કહ્યુ છે કે, આપત્ત્િ। રાહત માટે યોગદાન આપનાર દરેક ફંડને NDRF ન હસ્તાંતરિત કરવું જોઈએ. કેમ PM Cares Fund ખાનગી છે જયારે તેના ટ્રસ્ટી મંત્રી છે અને કેમ PM Cares Fundને સીએસઆરનો ફાયદો આપવામાં આવી રહ્યો છે?

સુપ્રીમ કોર્ટમાં થયેલી છેલ્લી સુનાવણીમાં કેન્દ્ર સરકારે આ ફંડ બનાવ્યો હોવાનો બચાવ કર્યો હતો. સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું દાખલ કરીને કેન્દ્ર સરકારે કહ્યું હતુ કે, પીએમ કેર ફંડ બનાવવા પર કોઈ પ્રતિબંધ નથી. રાષ્ટ્રીય અથવા રાજય આપદાના સમયે પીએમ કેર ફંડ પર કોઈ રોક લગાવતા નથી. લોકો આ ફંડમાં સ્વેચ્છાથી દાન આપી શકે છે. તેથી તમામ પૈસા NDRF માં સ્થણાંતરિત કરવાની માંગ સુનાવણીને યોગ્ય નથી. કેન્દ્ર સરકારે આ કેસમાં દાખલ કરેલી પીઆઈએલને રદ કરવાની માંગ કરી હતી. તો CPIL તરફથી મામલાની દલીલ કરતા વરિષ્ઠ વકીસ પ્રશાંત ભૂષણે કેન્દ્ર સરકાર પર ઘણા અનિયમિતતાઓના આરોપ લગાવ્યા છે. પ્રશાંત ભૂષણે કહ્યુ કે, કેન્દ્ર સરકારના DM પ્રમાણે કોવિડ-૧૯ને સામેલ કરવા માટે એક રાષ્ટ્રીય યોજના તૈયાર કરવી જોઈએ. આ યોજનામાં કેન્દ્રને રાહત માટે લઘુતમ માનક જાહેર કરવા જોઈએ. પીએમ કેર ફંડની રસીદ સીએજી તરફથી ઓડિટ કરી તેની જાણકારી સાર્વજનિક હોવી જોઈએ. જે ધનરાશિનો ખુલાસો કરવામાં આવ્યો નથી. તે બધાને NDRF કોષમાં સ્થણાંતરિત કરવો જોઈએ.

(3:46 pm IST)