Gujarati News

Gujarati News

News of Tuesday, 18th August 2020

ચૂંટણી પંચના અધ્યક્ષપદના વડા બનવાની લાઇનમાં આગળ એવા ભારતના ચૂંટણી કમિશનર અશોક લવાસાએ રાજીનામું આપ્યું : એશિયન ડેવલપમેન્ટ બેંક (એડીબી) ના નવા વાઇસ પ્રેસિડેન્ટ તરીકે સંભાળશે કાર્યભાર : તેઓ પોતાનો કાર્યકાળ પૂરો થતાં પહેલા પોલ પેનલમાંથી પદ છોડનારા હવે બીજા ચૂંટણી કમિશનર બન્યા

ચૂંટણી પંચના અધ્યક્ષપદના વડા બનવાની લાઇનમાં આગળ એવા ભારતના ચૂંટણી કમિશનર અશોક લવાસાએ રાજીનામું આપ્યું : એશિયન ડેવલપમેન્ટ બેંક (એડીબી) ના નવા વાઇસ પ્રેસિડેન્ટ તરીકે નિયુક્તિ થયાના એક મહિના પછી અશોક લવાસાએ ચૂંટણી કમિશનર પદેથી રાજીનામું આપ્યું છે : તે સપ્ટેમ્બરમાં એશિયન ડેવલપમેન્ટ બેંક (એડીબી) માં જોડાવાની સંભાવના છે. : અશોક લવાસા એપ્રિલ 2021 માં વર્તમાન સીઈસી સુનિલ અરોરાની નિવૃત્તિ પછી ચૂંટણી પંચના મુખ્ય ચૂંટણી કમિશનર (સીઈસી) બનવાના હતા.

તેઓ પોતાનો કાર્યકાળ પૂરો થતાં પહેલા પોલ પેનલમાંથી પદ છોડનારા હવે બીજા ચૂંટણી કમિશનર બન્યા છે : અશોક લવાસા, હરિયાણા કેડરના 1980 બેચના આઈએએસ અધિકારી છે. તેઓ જાન્યુઆરી, 2018 માં ચૂંટણી કમિશનર તરીકે નિમાયા હતા. અગાઉ, તેઓ જૂન 2016 થી ઓક્ટોબર 2017 સુધી ભારતના નાણા સચિવનો પોર્ટફોલિયો સાંભળતા હતા.

 

(5:04 pm IST)