Gujarati News

Gujarati News

News of Tuesday, 18th August 2020

સેન્સેક્સમાં ૪૭૭ અને નિફ્ટીમાં ૧૩૮ પોઈન્ટનો મોટો ઊછાળો

વિદેશી ભંડોળના પ્રવાહની વચ્ચે બજાર મજબૂત : ફાર્મા સેક્ટર સિવાયના તમામ શેર બજારના ભાવમાં ઉછાળો નોંધાયો :સોના અને ચાંદીના ભાવમાં ઊછાળો : સોનું ૦.૧૮ ટકા વધી ૧૦ ગ્રામ ૫૩૩૭૦

મુંબઈ, તા. ૧૮ : વિદેશી ભંડોળના પ્રવાહ વચ્ચે એક દિવસના કારોબાર પછી સપ્તાહના બીજા કારોબારના દિવસે મંગળવારે શેરબજાર મજબૂત ઉછાળા પર બંધ થયું. બોમ્બે સ્ટોક એક્સચેંજનો મુખ્ય સૂચકાંક સેન્સેક્સ .૨૬ ટકા વધીને ૪૭૭.૫૪ પોઇન્ટના વધારા સાથે ૩૮૫૨૮.૩૨ પર બંધ રહ્યો છે. બીજી તરફ નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી .૨૩ ટકા વધીને ૧૧૩૮૫.૩૫ ના સ્તર પર ૧૩૮.૨૫ પોઇન્ટના વધારા સાથે બંધ રહ્યો છે. મોટા શેરોની વાત કરીએ તો આજે ગ્રાસીમ, અલ્ટ્રાટેક સિમેન્ટ, જેએસડબ્લ્યુ સ્ટીલ, જી લિ., આઈસીઆઈસીઆઈ બેંક, કોટક બેંક, એચડીએફસી બેંક, ટાઇટન, એશિયન પેઇન્ટ્સ અને યુપીએલના શેર લીલા નિશાન પર બંધ થયા છેબીજી તરફ, બીપીસીએલ, સિપ્લા, ટેક મહિન્દ્રા, ગેઇલ, એચસીએલ ટેક, આઇઓસી, બજાજ ઓટો, સન ફાર્મા, પાવર ગ્રીડ અને હીરો મોટોકોર્પના શેર લાલ નિશાન પર બંધ થયા છે.

            જો આપણે સેક્ટોરલ ઇન્ડેક્સ જોઈએ તો પછી ફાર્મા સિવાયના તમામ ક્ષેત્રો લીલા નિશાન પર બંધ થયા છે. તેમાં બેંકો, પીએસયુ બેંકો, ફાઇનાન્સ સેવાઓ, ખાનગી બેંકો, આઇટી, ઓટો, મીડિયા, રિયલ્ટી અને એફએમસીજી શામેલ છે. એચડીએફસી સિક્યોરિટિઝ અનુસાર પીળી ધાતુની આંતરરાષ્ટ્રીય કિંમતોમાં તેજી જોતા મંગળવારે રાષ્ટ્રીય રાજધાનીમાં સોનું ૧૧૮૨ રૂપિયા વધીને ૫૪,૮૫૬ રૂપિયા પ્રતિ દસ ગ્રામ થઈ ગયું છે. સિવાય ચાંદીની ભારે માંગના કારણે આજે ચાંદીની કિંમત ૧૫૮૭ રૂપિયા વધીને ૭૨,૫૪૭ રૂપિયા પ્રતિ કિલોગ્રામ થઈ ગઈ છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું ૨૦૦૫ ડોલર પ્રતિ ઔંસ હતું અને ચાંદી ૨૮.૧૫ ડોલર પ્રતિ ઔંસ પર વેપાર કરી રહ્યું હતું. સંદર્ભમાં એચડીએફસીના સિનિયર એનાલિસ્ટે કહ્યું કે, આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું હજાર અમેરીકન ડોલરથી વેપાર કરી રહ્યું હતું જેનાથી ઘરેલુ બજારમાં તેજી નોંધાઈ. સોમવારે રાષ્ટ્રીય રાજધાનીમાં સોના ભાવ ૩૪૦ રૂપિયા વધીને ૫૩,૬૧૧ રૂપિયા પ્રતિ ગ્રામ થયો હતો. ચાંદીના વાત કરીએ તો તે ગઈકાલે ૧૩૦૬ રૂપિયા વધીને ૬૯,૮૨૦ રૂપિયા પ્રતિ કિલોગ્રામ થઈ હતી.

            આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું ૧૯૫૪ અમેરીકી ડોલર પ્રતિ ઔંસ હતો જ્યારે ચાંદી ૨૬.૮૧ ડોલર પ્રતિ ઔંસના લાભ સાથે વેપાર કરી રહી હતી. આજે સવારે ભારતીય બજારમાં સોના અને ચાંદીની વાયદા કિંમતોમાં પણ તેજી જોવા મળી એમસીએક્સ પર ઓક્ટોબરનો સોના વાયદા .૧૮% વધીને ૫૩,૩૭૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ થઈ ગયો હતો. ચાંદીની વાત કરીએ તો ચાંદીનો વાયદો ભાવ .% વધીને ૬૯.૬૮૮ રૂપિયા કિલોગ્રામ થઈ ગયો હતો.

(7:31 pm IST)