Gujarati News

Gujarati News

News of Tuesday, 18th August 2020

ચીનમાં આઠ વર્ષ પહેલાં જ કોરોના વાયરસ ફેલાયો હતો

ચીનના વૈજ્ઞાનિકોએ એક નવો દાવો કર્યો : કોરોના વાયરસ ૨૦૧૨માં ચીનની એક ખાણમાં ફેલાયો હતો અને ત્યાર પછી વુહાન લેબમાંથી લિક થયો : વૈજ્ઞાનિક

બેઇજિંગ, તા.૧૮ : વૈજ્ઞાનિકો શોધી કાઢ્યું છે કે ચીનના દક્ષિણ પશ્ચિમના યુન્નાન પ્રાંતની મોજિયાંગ ખાણમાં મજૂરો બીમાર પડ્યા હતા. લોકો ખાણમાં ચામાચીડિયાનો મળ સાફ કરી રહ્યા હતા. સનના અહેવાલ પ્રમાણે મજૂરોની સારવાર કરનારા ફિઝિશિયન લૂ સૂએ જોયું હતું કે દર્દીઓને ખૂબ તાવ, સૂકી ખાંસી, હાથ-પગમાં દુઃખાવો અને કેટલાક કેસમાં માથાનો દુઃખાવો પણ હતો. તમામ લક્ષણો આજે કોવિડ-૧૯ના છે. ખાણ વુહાનથી ૧૦૦૦ માઈલ દૂર છે પરંતુ ઘટનાના તાર પણ વુહાનની વાયરોલોજી લેબ સાથે જોડાયેલા છે. વાયરોલોજિસ્ટ જોનાથન લેથમ અને મોલિક્યુલર બાયોલોજિસ્ટ એલિસન વિલ્સન બાયોસાયન્સ રિસોર્સ પ્રોજેક્ટ માટે ઈથકામાં કામ કરી રહ્યા હતા અને તેમણે લી શૂનો થીસિસ વાંચ્યો છે. તેમણે જણાવ્યું છે કે થીસિસમાં જે પૂરાવા છે તેને જોયા બાદ તેઓ રોગચાળાને નવેસરથી સમજી રહ્યા છે. જોનાથને દાવો કર્યો છે કે મજૂરોના સેમ્પલ ટિસ્યુ વુહાન લેબમાં મોકલવામાં આવ્યા હત અને તેમણે ન્યૂયોર્ક પોસ્ટની વાતચીતમાં દાવો કર્યો છે કે ત્યાંથી વાયરસ લીક થયો છે.

            અહીં તે વાતની જાણ મેળવી લેવામાં આવી હતી કે ચામાચીડિયાથી ઘાતક વાયરસ નીકળ્યો છે. કોરોના વાયરસ ફેલાયા બાદથી ચીનનું વુહાન આરોપોનું કેન્દ્ર બન્યું છે. કહેવામાં આવે છે કે વુહાનના વેટ માર્કેટમાંથી વાયરસ ફેલાયો છે પરંતુ વાયરસ વુહાનની વાયરોલોજી લેબમાંથી લીક થયો છે. અહીં ચામાચીડિયામાં મળતા ખતરનાક વાયરસ પર રિસર્ચ થાય છે. જોકે, લેબના અધિકારીઓ અને વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે એસએઆરએસ-કોવિડ- લોકોમાં ઈન્ફેક્શન ફેલાયા બાદ મળ્યો હતો પહેલા નહીં.

(7:33 pm IST)