Gujarati News

Gujarati News

News of Tuesday, 18th August 2020

કોંગ્રેસના આગામી અધ્યક્ષ કોઈ બિન-ગાંધી હોવા જોઈએ: હું રાહુલના વિચારો સાથે બધી રીતે સમંત છું :પ્રિયંકા ગાંધી

મારા વિચારથી પાર્ટીને પોતાનો રસ્તો જાતે શોધવો જોઇએ.: નવા પુસ્તકમાં પ્રસિદ્ધ થયો પ્રિયંકાનો ઇન્ટરવ્યૂ : કહી અનેક વાતો

નવી દિલ્હી: કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ કહ્યું કે હું રાહુલ ગાંધી સાથે બધી જ રીતે સંમત છે કે, કોઈ બિન-ગાંધીને કોંગ્રેસ અધ્યક્ષ બનાવવા જોઈએ.પ્રિયંકાએ કહ્યું છે, “કદાચ (ત્યાગ) પત્રમાં તો નહીં પરંતુ ક્યાંય બીજે તેમને કહ્યું છે કે, અમારામાંથી કોઈને પાર્ટીના અધ્યક્ષ બનવું જોઈએ નહીં અને હું તેમની સાથે બધી રીતે સહમત છું.” તેમને આગળ કહ્યું કે, મારા વિચારથી પાર્ટીને પોતાનો રસ્તો જાતે શોધવો જોઇએ.

પ્રિયંકાનો આ ઈન્ટરવ્યું, ઈન્ડિયા ટૂમારો: કન્વર્સેશન્સ વિધ ધ નેક્સ્ટ જનરેશન ઓફ પોલિટિકલ લીડર્સ, નામની પુસ્તકમાં છપાયો છે.

પ્રિયંકાએ તે વાત પણ જોર આપ્યો છે કે, પાર્ટી અધ્યક્ષ ભલે ગાંધી પરિવારથી ના હોય, તેમનો બોસ હશે. તેમને પોતાનો હવાલો આપતા કહ્યું છે કે, “જો પાર્ટી અધ્યક્ષ કાલે મને કહે કે, મારે તમારી જરૂરત ઉત્તર પ્રદેશમાં નહીં પરંતુ અંડમાન અને નિકોબારમાં છે તો હું ખુશીથી અંડમાન-નિકોબાર જતી રહીશ.”

2019ના લોકસભા ચૂંટણીમાં પાર્ટીની હાર પછી રાહુલ ગાંધીએ કોંગ્રેસ અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપીને પાર્ટીની અંદરની બેઠકમાં કથિત રીતે જોર આપીને કહ્યું હતુ કે, આગામી અધ્યક્ષ બિન-ગાંધી હોવો જોઈએ.

પરંતુ થોડા જ સમયમાં પાછલા વર્ષે ઓગસ્ટમાં સોનિયા ગાંધીને વચગાળાના પાર્ટીના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરી દેવામાં આવ્યા. પાછલા કેટલાક મહિનાઓમાં કોંગ્રેસની અંદર માંગ ઉઠી રહી છે કે, કોંગ્રેસને પાર્ટી અધ્યક્ષ પદ માટે ચૂંટણી કરાવવી જોઈએ.

ઈન્ટરવ્યુમાં પ્રિયંકાએ તે પણ કહ્યું કે, 2013માં જ્યારે બીજેપીએ તેમના પતિ રોબર્ટ વાડ્રા પર ભ્રષ્ટાચારના આરોપ લગાવવાના શરૂ કર્યા તો તે પછી તેમને પોતાની દરેક લેવડ-દેવડની માહિતી મારા પુત્રને બતાવી હતી, જે તે સમયે માત્ર 13 વર્ષનો હતો.

તેમને આગળ કહ્યું, “મેં આ વિશે મારી પુત્રીને પણ સમજાવી દીધી. હું મારા બાળકોથી કંઇ જ છૂપાવતી નથી, પછી ભલે તે મારી ભૂલો હોય, અથવા ઉણપો હોય, હું તેમના સાથે ખુલીને વાતચીત કરૂ છું.”

કોંગ્રેસ મહાસચિવે કહ્યું કે, પ્રવર્તન નિર્દેશાલયમાં તેમના પતિ સાથે થનાર પૂછતાછ તે “કલાકો સુધી” ચાલતી હતી, અને આ બાબતે બધી જ ટીવી ચર્ચાઓની તેમના બાળકો પર અસર પડવા લાગી હતી.

પુસ્તકમાં તેઓ કહે છે કે, મારો પુત્ર બોર્ડિંગ શાળામાં હતો અને આ બધી ચીજોના કારણે ખુબ જ મુશ્કેલીઓથી પ્રસાર થવું પડતું હતું. પ્રિયંકા તે વિશે પણ જમાવે છે કે, જ્યારે તેમના બાળકો નાના હતા, ત્યારથી તેમના સાથે મીડિયા રિપોર્ટ પર વાત કરતી હતી, જેમનામાં તેમના પરિવાર વિશે ચર્ચા કરવામાં આવતી હતી. તેઓ કહે છે કે, આવા જ એક લેખમાં તે આરોપ લગાવ્યો હતો કે, તેમની ઈટાલિયન નાની, સોનિયા ગાંધીની માં, રશિયાની ગુપ્ત એજન્સીની કેજીબીની એજન્ટ હતી, અને પ્રાચીન વસ્તુઓ ભારતથી બહાર લઇ જાય છે.

તેમને આગળ કહ્યું, ‘આ સત્યતા સાથે તેમનો પ્રથમ પરિચય હતો કે, પોતાના પરિવાર વિશે જે પણ કંઈ જોઇએ છીએ અથવા વાંચીએ છીએ, તે બધા પર વિશ્વાસ કરવું જોઈએ નહીં.’

(12:11 am IST)