Gujarati News

Gujarati News

News of Saturday, 18th September 2021

હર્ષદ મહેતા બાદ હવે નીરવ મોદી પર બનશે વેબ સિરીઝ

પત્રકાર પવન સી. લાલના પુસ્તક 'ફલડઃ ધ રાઈઝ એન્ડ ફોલ ઓફ ઈન્ડિયાઝ ડાયમંડ મુઘલ નીરવ મોદી' પરથી વેબ સિરીઝ બનાવવાનો નિર્ણય કર્યો છે

મુંબઇ,તા. ૧૮: શેરની, શકુંતલા દેવી, ટોઇલેટ - એક પ્રેમ કથા, એરલિફ્ટ અને બ્રીથ એન્ડ બ્રીથૅં ઈન્ટુ ધ શેડોઝ જેવી મનોરંજક અને પ્રભાવશાળી ફિલ્મોના નિર્માતા અબુંદંશિયા એન્ટરટેઈનમેન્ટે પત્રકાર પવન સી. લાલના પુસ્તક 'ફ્લડઃધ રાઈઝ એન્ડ ફોલ ઓફ ઈન્ડિયાઝ  ડાયમંડ મુઘલ નીરવ મોદી' પરથી વેબ સિરીઝ બનાવવાનો નિર્ણય કર્યો છે. હાલ તેનું સ્ક્રિપ્ટીંગ ચાલી રહ્યું છે.

આ પુસ્તકમાં ભારતના સૌથી મોટા હીરાના વેપારીઓમાંના એક હાઇ પ્રોફાઇલ બિઝનેસ ઉદ્યોગપતિ નીરવ મોદીની વાર્તા છે. પુસ્તકના લેખક પવન સી. લાલને આ વેબ સિરીઝ માટે સલાહકાર લેખક તરીકે પણ લેવામાં આવ્યા છે. આ પુસ્તકમાં નીરવ મોદીની સત્ત્।ામાં ઉદય અને તેના પછીના પતનના વિગતવાર અને રસપ્રદ પાસાઓને વર્ણવવામાં આવ્યા છે અને ભારતના સૌથી મોટા નાણાકીય કૌભાંડોમાંની પણ વાત કરવામાં આવી છે.

આ બાબતે લેખક પવન સી. લાલે જણાવ્યું કે 'આ એક અત્યંત મહત્ત્વપૂર્ણ તક છે અને હું આ પુસ્તકથી-સ્ક્રીન સુધીની સફરનો ભાગ બનીને ખૂબ જ ખુશ છું. સિનેમેટિક રીતે પુસ્તકની સંવેદનશીલતાને પકડવી એ કોઈ સરળ કાર્ય નથી, પણ હું અબુંદંશિયા એન્ટરટેઇનમેન્ટમાં સંપૂર્ણ વિશ્વાસ છે અને મને ખાતરી છે કે તેઓ આ પ્રયાસને સંપૂર્ણ ન્યાય આપશે અને પુસ્તકને યોગ્ય દ્રશ્ય માળખું આપશે. ફ્લોડૅં ધ રાઇઝ એન્ડ ફોલ ઓફ ઇન્ડિયાઝ ડાયમંડ મોગલ નીરવ મોદીની વાર્તા દર્શકો સમક્ષ લાવવાનો મારો પ્રયાસ છે-તેનો અદભૂત ઉદય અને સમાન નાટકીય પતન જેને કારણે સમગ્ર ઉદ્યોગ પડી ભાંગ્યો હતો.'

(10:08 am IST)