Gujarati News

Gujarati News

News of Monday, 18th October 2021

કેન્દ્રીય મંત્રી અજય મિશ્રાને કેબિનેટમાંથી હટાવો : લખીમપુર ખેરી હિંસામાં તેમનો પુત્ર આશિષ મિશ્રા મુખ્ય આરોપી છે : પંજાબ, હરિયાણામાં પ્રદર્શનકારીઓનો રેલવે ટ્રેક પર જમેલો : મુસાફરો પરેશાન

હરિયાણા : પંજાબ, હરિયાણામાં પ્રદર્શનકારીઓ રેલવે ટ્રેક પર અડ્ડો જમાવી બેસી ગયા છે. તેમની માંગણી છે કે કેન્દ્રીય મંત્રી અજય મિશ્રાને કેબિનેટમાંથી હટાવો.તેમનો પુત્ર  આશિષ મિશ્રા લખીમપુર ખેરીમાં થયેલી હિંસાનો મુખ્ય આરોપી છે. ખેડૂતોએ રેલવે ટ્રેક ઉપર જમેલો કરી દેતા મુસાફરો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે.

છ કલાકના રાષ્ટ્રવ્યાપી 'રેલ રોકો' વિરોધ માટે સંયુક્ત કિસાન મોરચા (એસકેએમ) ની હાકલ પર ખેડૂતો દ્વારા આજ સોમવારે પંજાબ અને હરિયાણાના તમામ રેલવે ટ્રેક બંધ કરવામાં આવ્યા હતા, જેથી રેલ સેવાઓ પ્રભાવિત થઈ હતી. સલામતીના પગલાં રૂપે સ્થળ ઉપર રેલવે પોલીસનો કાફલો ખડકી દેવામાં આવ્યો છે. તેવું ધ.ટી.દ્વારા જાણવા મળે છે.

(12:14 pm IST)