Gujarati News

Gujarati News

News of Monday, 18th October 2021

જર્મન વૈજ્ઞાનિકોની રેકોર્ડ બ્રેક સિધ્ધી

પૃથ્વી પર ઠંડા તાપમાનનો બનાવ્યો રેકોર્ડઃ પારાને પહોંચાડયો માઇનસ ૨૭૩.૧૫ ડીગ્રી સુધી

બર્લીન, તા.૧૮: એંટાર્કટીકામાં વોસ્તોક નામનું સ્થળ છે, જે દુનિયાનું સૌથી ઠંડુ સ્થળ માનવામાં આવે છે. અહીં વિશ્વમાં સૌથી વધારે ઠંડી પડે છે. અહીં ઉષ્ણાતામાન માઇનસ ૮૯ ડીગ્રી સેન્ટીગ્રેડ સુધી પડે છે. અહીં ઉષ્ણાતામાન માઇનસ ૮૯ ડીગ્રી સેન્ટીગ્રેડ સુધી તોડી નાખ્યો છે. વૈજ્ઞાનિકોએ પારાને માઇનસ ૨૭૩.૧૫ ડીગ્રી સેન્ટીગ્રેડ સુધી પહોંચાડી દીધો છે. આ કામ જમીનથી ૩૯૩ ફુટ નીચે એક ટાવરમાં કરાયું છે જેથી તેની અસર ઉપર લેબમાં હાજર વૈજ્ઞાનિકો અને વસ્તુઓ પર ના પડે.

વોસ્તોક તો પૃથ્વી પર છે પણ બ્રહ્માંડમાં માનવોની જાણકારીમાં સૌથી ઠંડો વિસ્તાર બૂમરેંગ નેબ્યુલા છે, જે સેંટોરસ નક્ષત્રમાં છે અને ઉષ્ણતામાન માઇનસ ૨૭૨ ડીગ્રી સેન્ટીગ્રેડ એટલે કે ૧ કેલ્વીન રહે છે પણ વૈજ્ઞાનિકોએ હવે તેનાથી પણ ઠંડુ તાપમાન પૃથ્વી પર બનાવ્યું છે.

જર્મનીના વૈજ્ઞાનિકો બોસ આંસ્ટીન કોન્ડેસેટ (બીઇસી) કવોન્ટમ પ્રોપર્ટીની તપાસ કરી રહ્યા હતા. બીઇસીને પદાર્થનું પાંચમું સ્વરૂપ પણ કહેવાય છે. તે ફકત અતિ વધારે ઠંડી પરિસ્થિતીમાં રહેતો ગેસીય પદાર્થ છે. બીઇસી તબક્કામાં કોઇ પણ વસ્તુ પોતાની જાતને સ્થિતી હોય છે કે તેમાં હાડકાઓ પણ જામી જાય છે.

આ વખતે જે રેકોર્ડ બ્રેક રીસર્ચ જર્મનીના વૈજ્ઞાનિકોએ કર્યુ છે તે આશ્ચર્યકારક છે. વૈજ્ઞાનિકોએ રૂબીડીયમ ગેસના એક લાખ એટમીક કણોને એક વેકયુમ ચેંબરમાં બંધ કર્યા જેમાં ચુંબકીય પ્રવાહ હતો. ત્યાર પછી તેમણે ચેંબરમાં બંધ કર્યા જેમાં ચુંબકીય પ્રવાહ હતો. ત્યાર પછી તેમણે ચેંબરને ઠંડુ કરવાનું શરૂ કર્યુ અને તાપમાન માઇનસ ૨૭૩.૧૫ ડીગ્રી સેન્ટીગ્રેડ સુધી પહોંચાડયું.

(12:58 pm IST)