Gujarati News

Gujarati News

News of Monday, 18th October 2021

તાઇવાનની ખાડીના રસ્તે અમેરિકા-કેનેડાના યુધ્ધ જહાજો જતા ચીન આગબબુલાઃ શાંતિ ડહોળવાનો પ્રયાસ ગણાવ્યો

બીજીંગ તા. ૧૮ : ચીન અને તાઇવાન વચ્ચે ચાલતો તનાવ સતત વધી રહ્યો છે. ચીની સેનાએ ગત અઠવાડીયે તાઇવાનની ખાડીના રસ્તે યુધ્ધજહાજ મોકલવા માટે અમેરિકા અને કેનેડાની આકરી નિંદા કરી જણાવેલ કે બંને દેશોની ઉત્તેજક કાર્યવાહીથી આ વિસ્તારની શાંતિ અને સ્થિરતાને ગંભીર રૂપથી ખતરામાં  નાખી દીધી છે. તાઇવાનની ખાડી૧૮૦ કી.મી.પહોળી છે, જે તાઇવાન અને મહાધ્વીપીય એશીયાના ધ્વીપને અલગ કરે છે જે વિશ્વની પાણીની સૌથી ભારે પાલીશવાળી પટ્ટીઓમાંની એક છે, જયાં ચીન અને તાઇવાનની નેવી અને તટરક્ષક જહાજો પેટ્રોલીંગ કરે છે.

(4:44 pm IST)