Gujarati News

Gujarati News

News of Monday, 18th October 2021

જમ્‍મુ-કાશ્‍મીરમાં ગોળીબારમાં 11 લોકોના મોત બાદ કેન્‍દ્ર સરકારે સ્‍પેશયલ ઓપરેશન ટીમને ઘાટીમાં ઉતારીઃ આતંકીઓનો ખાત્‍મો બોલાવવા એકશન પ્‍લાન

જમ્‍મુ-કાશ્‍મીરમાં 24 કલાકથી ઓછા સમયમાં ગેર સ્‍થાનિક મજૂરો ઉપર ત્રીજો હૂમલો

નવી દિલ્હી: જમ્મુ કાશ્મીરમાં સતત થઇ રહેલી બહારના લોકોની હત્યા વચ્ચે કેન્દ્ર સરકારે સ્પેશ્યલ ઓપરેશન ટીમ ઘાટીમાં ઉતારી છે. દિલ્હીથી કાશ્મીર પહોચેલી આ સ્પેશ્યલ ટીમને ઘાટીમાં સામાન્ય લોકોની હત્યામાં સામેલ આતંકીઓનો ખાત્મો કરવા માટે મોકલવામાં આવી છે. મહત્વપૂર્ણ છે કે આ મહિને અત્યાર સુધી નાગરિકોને નિશાન બનાવીને કરવામાં આવેલા ગોળીબારમાં 11 લોકોના મોત થઇ ચુક્યા છે.

આ વચ્ચે જમ્મુ કાશ્મીર પોલીસે તમામ જિલ્લા પ્રમુખોને કહ્યુ કે તે ગેર સ્થાનિક મજૂરો એટલે કે જમ્મુ કાશ્મીરમાં બીજા રાજ્યમાંથી આવીને રહેતા મજૂરોને ભેગા કરે અને તુરંત તેમણે નજીકના સિક્યુરિટી કેમ્પમાં લઇ જાય.

24 કલાકમાં બહારના લોકો પર 3 હુમલા

દક્ષિણ કાશ્મીરના કુલગામમાં રવિવારે આતંકવાદીઓએ બિહારના બે મજૂરોની તેમના ભાડના મકાનમાં ઘુસીને ગોળી મારીને હત્યા કરી નાખી હતી. આ સિવાય એક અન્યને આતંકીઓએ ઘાયલ કર્યો હતો. જમ્મુ કાશ્મીરમાં 24 કલાકથી પણ ઓછા સમયમાં ગેર સ્થાનિક મજૂરો પર આ ત્રીજો હુમલો છે.

(5:31 pm IST)