Gujarati News

Gujarati News

News of Wednesday, 18th November 2020

બપોરે ૧-૦૫ના ટકોરેઃ Akilanews.com અકિલા લાઇવ બ્રેકિંગ ન્યૂઝ...

સુરેન્દ્રનગર લખતર રોડ ઉપર ડ્રાઈવરને ઝોકુ આવી જતા કાર ધડાકાભેર ઝાડ સાથે અથડાઇ, લખતરના પ્રજાપતિ કુંભાર પરિવારના માતા, પતિ-પત્ની અને પુત્રીના મોત, પુત્ર ગંભીર: વડોદરાની વાઘોડિયા ચોકડી પાસે આઇસર અને ટ્રેલર વચ્ચે અકસ્માત, સુરતના આહિર પરિવારના 11ના મોત, ૧૭ને ઈજા, પાવાગઢ ખાતે મા કાળીના દર્શને જવા નીકળેલ: રાજકોટના ધમધમતા પેલેસ રોડ ઉપર રાધિકા જવેલર્સ પાસેથી સરા જાહેર ત્રણેક શખ્સો એક યુવાનનું અપહરણ કરી જતાં ખળભળાટ મચી ગયો છે: રાજકોટ સહિત સૌરાષ્ટ્ર કચ્છમાં જામતો શિયાળાનો માહોલ, કચ્છના નલિયામાં ૧૨ ડિગ્રી, રાજકોટમાં ૧૪ ડીગ્રી જેવું ઠંડું તાપમાન નોંધાયું: સૌરાષ્ટ્ર કચ્છ અને ગુજરાતમાં 24 નવેમ્બર સુધીમાં દિવસનું તાપમાન ૨૮ ડિગ્રી અને લઘુત્તમ તાપમાન ૧૫ ડિગ્રી જએવું નીચું જોવા મળશે: એન. ડી. ઉકાણી

(1:09 pm IST)