Gujarati News

Gujarati News

News of Wednesday, 18th November 2020

દેશના રાષ્ટ્રપતિ કે રાજ્યના ગવર્નર વિરુદ્ધ કાયદેસર પગલાં ભરી શકાય નહીં : મહારાષ્ટ્રના ગવર્નર ભગતસિંહ કોશિયારીને ઉત્તરાખંડ હાઇકોર્ટે મોકલેલ 'કન્ટેમ્પટ ઓફ કોર્ટ ' નોટિસ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં પિટિશન : ઉત્તરાખંડના મુખ્યમંત્રી તરીકેનો હોદ્દો પૂરો થઇ ગયા પછી પણ બંગલામાં રહ્યા હતા : તેનું ભાડું 47 લાખ 50 હજાર રૂપિયા ભરવાનું હજુ સુધી બાકી : હાઇકોર્ટની નોટિસ મળ્યા પછી પણ ભાડું ન ભર્યું

ન્યુદિલ્હી : મહારાષ્ટ્રના ગવર્નર તથા ઉત્તરાખંડના પૂર્વ મુખ્યમંત્રી ભગતસિંહ કોશિયારીએ સુપ્રીમ કોર્ટમાં પિટિશન દાખલ કરી છે.જેમાં જણાવાયા મુજબ ભારતના બંધારણની કલમ 361 મુજબ દેશના રાષ્ટ્રપતિ કે રાજ્યના ગવર્નર વિરુદ્ધ કાયદેસર પગલાં ભરી શકાય નહીં તેમછતાં જો ભરવામાં આવે તો તે બાબત કાયદાનો ભંગ ગણાય.

આ વિવાદની હકીકત મુજબ શ્રી કોશિયારી આ અગાઉ ઉત્તરાખંડના મુખ્યમંત્રી હતા ત્યારે જે બંગલાનો ઉપયોગ કરતા હતા તે બંગલો હોદ્દાની મુદત પુરી થયા પછી પણ પાછો સોંપ્યો નહોતો.આથી મુખ્યમંત્રીના બંગલાનો ઠાઠમાઠ અને લોકેશન તથા વિસ્તાર જોતા તેનું માર્કેટ રેટ મુજબ ભરવાપાત્ર ભાડા માટે તેમને નોટિસ મોકલાઈ હતી જેની રકમ 47 લાખ 50 હજાર રૂપિયા થવા જાય છે.

હાઇકોર્ટે નોટિસ મોકલ્યા પછી પણ મુદત વીતી ગઈ ત્યાં સુધી જવાબ નહીં આપતા નામદાર કોર્ટે તેમના ઉપર 'કન્ટેમ્પટ ઓફ કોર્ટ '  નોટિસ મોકલી હતી જેના અનુસંધાને તેઓ સુપ્રીમ કોર્ટમાં ગયા છે.તથા ઉપરોક્ત કલમ હેઠળ તેમની સામે કાયદેસર પગલાં ભરી ન શકાય તેવી દલીલ કરી છે.સાથો સાથ આ બંગલાનું ભાડું ઘણું વધારે ગણવામાં આવ્યું છે. જે કુદરતી ન્યાયથી વિરુદ્ધ છે જે માટે તેમની સાથે કોઈ ચર્ચા પણ કરવામાં આવી નથી.દહેરાદુન જેવા ગામમાં ગણેલો માર્કેટ રેટ પણ ઘણો ઉંચો છે તેવી દલીલ તેમના એડવોકેટ દ્વારા કરવામાં આવી છે. તેવું બી એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(1:43 pm IST)