Gujarati News

Gujarati News

News of Wednesday, 18th November 2020

ટ્વીટર પર ચાલી રહ્યો છે અનોખો # First Salary ટ્રેન્ડ

દેશભરમાંથી સેલિબ્રિટીઝ, નેતાઓ અને અધિકારીઓ સહિતાના લોકો ટ્વીટર પર પોતાની પ્રથમ કમાણીની વિગતો આપવા માંડ્યા

મુંબઈ : સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વીટર પર First Salary ટ્રન્ડ થઇ રહ્યું છે. સામાન્ય રીતે મહિલાઓ પોતાની વય અને પુરુષો કમાણી છુપાવતા હોય છે. પરંતુ બુધવારે યુવાનો વૃદ્ધોથી લઇ દરેક વયનો લોકો First Salary સાથે પોતાની પ્રથમ કમાણી માઇક્રોબ્લોગિંગ સાઇટ પર જણાવી રહ્યા છે.

આ ટ્રેન્ડમાં દરેક વયના લોકો સામેલ છે. મનોરંજન જગતથી લઇ રાજકારણનો લોકો પણ પોતાની પ્રથમ કમાણી (First Salary)જણાવી રહ્યા છે. અગાઉ બોલીવૂડ કિંગખાને અનેક વખત ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે તેની પ્રથમ કમાણી 50 રુપિયા હતા. હવે ટ્વીટર પર આજે આ ટ્રેન્ડ ચાલી ગયો.

તેની શરુઆત બેંગલુરુના એક ટ્વીટર યુઝરે કરી હતી. તેણે લોકોને પોતાના પ્રથમ પે ચેકની માહિતી આપવા શેર કરવા કહ્યું હતું. સાથે આ યુઝરે લોકોને પ્રથમ સેલેરી વખતની વય અને આવકનો સોર્સ જણાવવાનું પણ કહ્યુ હતું. ત્યાર બાદ ટ્વીટર પર જાણે રાફડો ફાટી ગયો હતો.

દેશભરમાંથી સેલિબ્રિટીઝ, નેતાઓ અને અધિકારીઓ સહિતાના લોકો ટ્વીટર પર પોતાની પ્રથમ કમાણીની વિગતો આપવા માંડ્યા હતા. વાત ત્યાં અટકી નહતી યુઝર્સે તેના મીમ બનાવવાની શરુઆત કરી દીધી હતી

 

ફિલ્મ સર્જક અનુભવ સિંહાએ જણાવ્યું કે તેને પ્રથમ પગાર તરીકે 80 રુપિયા મળ્યા હતા. ત્યારે તેની વય 18 વર્ષ હતી. અનુભવ સિંહાએ આ વાત ટ્વીટર પર શેર કરતા કહ્યું કે તેણે 80 રુપિયાની પ્રથમ કમાણી (First Salary) ધોરણ 7ના વિદ્યાર્થીને ગણિત ભણાવીને કરી હતી.

જ્યારે કવિ અને લેખક પુનીત શર્માએ ટ્વીટ કરી કે તેમની પ્રથમ સેલેરી 20 વર્ષની વયમાં 10,000 રુપિયા મળઈ હતી. ત્યારે એક ફિલ્મ માટે ગીત લખ્યું હતું.

સોશિયલ મીડિયા પર બહુ જ એક્ટિવ રહેતા ભાજપ નેતા તેજિન્દ્ર પાલ સિંહ બગ્ગાએ જણાવ્યું કે તેમને પ્રથમ સેલેરી (FirstSalary) તરીકે કુલ 1820 રુપિયા મળ્યા હતા. પ્રથમ નોકરી તાતા ઇન્ડિકોમ મોબાઇલ કંપનીમાં લાગી હતી. પ્રથમ વખત કેસ વેરિફિકેશન માટે 1500 રુપિયા, પેટ્રોલના 300 અને મોબાઇલના 20 રુપિયા મળ્યા હતા.

પ્રસિદ્ધ રેડિયો જોકી રૌનક (RJ Raunac)એ જણાવ્યું કે તેને 17 વર્ષની વયે પ્રથમ સેલેરી તરીકે 3000 રુપિયાની કમાણી થઇ હતી

(10:59 pm IST)