Gujarati News

Gujarati News

News of Wednesday, 18th November 2020

દિલ્હીમાં ખેડૂતોનું દેશવ્યાપી આંદોલનનું એલાન : હરિયાણા સરકારને પણ આપી દીધી ચેતવણી

પંજાબના 30 કિસાન સંગઠનોની બેઠકમાં સંયુક્ત મોર્ચાનું પણ નિર્માણ : 26-27 નવેમ્બરે દિલ્હી આંદોલનની રૂપરેખા તૈયાર

નવી દિલ્હી : દિલ્હીમાં ખેડૂતોનું દેશવ્યાપી આંદોલનનું એલાન કરાયું છે ચંડીગઢ સ્થિત કિસાન ભવનમાં પંજાબના 30 કિસાન સંગઠનોની બેઠક યોજાઈ હતી. બેઠકમાં દિલ્હીમાં પ્રસ્તાવિત આંદોલનની રૂપરેખા નક્કી કરવામાં આવી હતી. આ દરમિયન કિસાન સંગઠનોએ દિલ્હી આંદોલનને સફળ બનાવવા માટે એક સંયુક્ત મોર્ચાનું પણ નિર્માણ કર્યુ છે. જેમાં 30 કિસાન સંગઠનો જોડાશે.

ગુરૂવાર સવારે 11 કલાકે ફરીથી ચંડીગઢમાં કિસાન સંગઠન બેઠક કરશે. 26-27 નવેમ્બરે દિલ્હીમાં ખેડૂતોનું વિશાળ દેશવ્યાપી આંદોલન થશે. જેને લઈને ખેડૂત સંગઠનોએ હરિયાણા સરકારને ચેતવણી પણ આપી છે કે, તેઓ તેમના આંદોલનમાં આડા ન આવે. ખેડૂત નેતા રૂલદૂ સિંહે જણાવ્યુ હતું કે, જો રસ્તામાં હરિયાણા સરકાર તેમને રોકશે તો, તેઓ સરકાર વિરુદ્ધ જલદ આંદોલન કરી વિરોધ પ્રદર્શન કરશે.

(11:14 pm IST)