Gujarati News

Gujarati News

News of Wednesday, 18th November 2020

ગૌહાટી એરપોર્ટ પાસે ભારતીય સેનાની વર્દી પહેરી ફરતા ૧૧ શંકાસ્પદ વ્યક્તિઓ પકડાયા

પોલીસે તેમની પાસેથી પાંચ બાઈક અને એક ફોર વ્હિલર પણ જપ્ત કર્યા

 

ગૌહાટી,આસામ પોલીસે ગૌહાટીના એરપોર્ટ પાસેથી સેનાની વર્દી પહેરીને પેટ્રોલિંગ કરી રહેલા ૧૧ લોકોની પોલીસે ધરપકડ કરી છે.પોલીસના કહેવા પ્રમાણે પેટ્રોલિંગ કરવા નિકળેલી પોલીસ ટુકડીને સૈનિકોના યુનિફોર્મ પહેરેલા કેટલાક લોકોની હિલચાલ શંકાસ્પદ લાગી હતી.તેમની ચાલવાની સ્ટાઈલથી શંકા ગઈ હતી. પછી તેમને પૂછપરછ માટે પોલીસ મથકમાં લઈ જવાયા હતા.તપાસ દરમિયાન તમામ વ્યક્તિઓને સેના સાથે કોઈ લેવા દેવા નહીં હોવાનુ જાણવા મળ્યુ હતુ.પોલીસે તેમની પાસેથી પાંચ બાઈક અને એક ફોર વ્હિલર પણ જપ્ત કર્યુ છે.આમાંથી એક વિદ્યાર્થી ડેન્ટલનો છે.તેણે બીજા ૧૦ને વાયુસેનાના ચોથા વર્ગના કર્મચારીઓના બોગસ આઈકાર્ડ આપ્યા હતા અને પછી તેમને એરપોર્ટ ખાતે પેટ્રોલિંગ કરવા માટે લાવવામાં આવ્યા હતા.અહીંયા વાયુસેનાનુ બેઝ પણ છે. તમામની ધરપકડ કરવામાં આવી છે અને તેમનો સેનાનો યુનિફોર્મ પહેરીને એરપોર્ટ પર આવવાનો ઈરાદો શું હતો તેની પૂછપરછ ચાલી રહી છે. વ્યક્તિઓ પાછળ કોઈ સંગઠનનો હાથ છે કે નહી તેની પણ પોલીસ તપાસ કરી રહી છે.ઉલ્લેખનીય છે કે, ભૂતકાળમાં આતંકવાદીઓએ રીતે આર્મી જવાનો જેવા કપડા પહેરીને ઉરી ખાતે સેનાના કેમ્પ પર હુમલો કર્યો હતો.

(11:36 pm IST)