Gujarati News

Gujarati News

News of Thursday, 19th January 2023

ટાટા, અદાણી અને રિલાયન્સ બાદ સ્ટાર્ટઅપ કંપનીને ખરીદવાની રેસમાં FMCG કંપની ITC પણ કુદી ગઈ

કંપનીએ ડાયરેક્ટ ટુ કસ્ટમર સ્ટાર્ટઅપ સ્પ્રાઉટલાઇફ ફૂડ્સ પ્રાઇવેટ લિમિટેડમાં પુરી ભાગીદારી ખરીદવાની જાહેરાત કરી

નવી દિલ્હી :દેશમાં સ્ટાર્ટઅપ કંપનીને ખરીદવા માટે મોટી કંપનીમાં રેસ લાગી છે. ટાટા ગ્રુપ ,અંબાણી ગ્રુપ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝએ તાજેતરના દિવસોમાં કેટલીક સ્ટાર્ટઅપ કંપનીને ખરીદી છે. હવે આ રેસમાં FMCG કંપની ITC પણ કુદી ગઇ છે. કંપનીએ ડાયરેક્ટ ટુ કસ્ટમર સ્ટાર્ટઅપ સ્પ્રાઉટલાઇફ ફૂડ્સ પ્રાઇવેટ લિમિટેડમાં પુરી ભાગીદારી ખરીદવાની જાહેરાત કરી છે

 ITCનું કહેવુ છે કે અધિગ્રહણની પ્રક્રિયા ત્રણથી ચાર વર્ષમાં પુરી થશે. કંપનીએ એક એક્સચેન્જ ફાઇલિંગ આ જાણકારી આપી છે. સ્પ્રાઉટલાઇફ ‘યોગા બાર’ ટ્રેડ નામ સાથે ફૂડ આઇટમ્સ બનાવે છે અને તેનું માર્કેટિંગ કરે છે.

ગત નાણાકીય વર્ષમાં યોગા બારનું ટર્ન ઓવર 68 કરોડ રૂપિયા રહ્યુ હતુ. તેનો વધુ ભાર ઓનલાઇન સેલ્સ પર છે પરંતુ સાથે જ કંપની ફિઝિકલ સ્ટોર્સની સંખ્યા પણ વધારી રહી છે. આઇટીસીએ પ્રથમ તબક્કામાં આ કંપનીમાં 30.4 ટકા ભાગીદારી 175 કરોડ રૂપિયામાં ખરીદી હતી. 31 માર્ચ, 2025માં 80 કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવશે, જેનાથી કંપનીમાં આઇટીસીની ભાગીદારી વધીને 47.5 ટકા પહોચી જશે. બાકી શેરની ખરીદી પહેલા નક્કી કરેલી વેલ્યૂની શરતો અનુસાર કરાશે. આઇટીસીનું કહેવુ છે કે તે ઝડપથી વધી રહેલા ન્યૂટ્રિશન લેડ હેલ્ધી ફૂડ સેક્ટરમાં પોતાની હાજરી વધારી રહી છે.

(9:59 am IST)