Gujarati News

Gujarati News

News of Thursday, 19th January 2023

વરઘોડા દરમિયાન મિત્રો સાથે ડાન્‍સ કરતા ૩૨ વર્ષના યુવકને હાર્ટએટેક આવતા મોત

અચાનક જમીન ઉપર ઢળી પડયો : ઘટનાસ્‍થળે જ મોત

ભોપાલ તા. ૧૯ : મધ્‍યપ્રદેશના રીવામાં ડાન્‍સ કરતી વખતે જાનૈયાને હાર્ટ એટેક આવ્‍યો હતો. જેના કારણે તે જમીન પર પડી ગયો હતો. તેને હોસ્‍પિટલ લઈ જવામાં આવ્‍યો, જયાં ડોક્‍ટરે તેને મૃત જાહેર કર્યો. આ બનાવથી લગ્ન પ્રસંગમાં શોકની લાગણી ફેલાઈ ગઈ હતી. આ જાન યુપીના કાનપુરથી રીવા આવી હતી.

મળતી માહિતી મુજબ આ ઘટના મંગળવારની છે. જાન મધ્‍યપ્રદેશના રીવા જિલ્લાના કાનપુરથી આવી હતી. લગ્ન સમારોહ માટે જાનૈયાઓ બેન્‍ડના તાલે નાચતા મેરેજ ગાર્ડનમાં જતા હતા. વરઘોડામાં સામેલ ૩૨ વર્ષીય અભય સચન ડાન્‍સ કરી રહ્યો હતો. તે જ સમયે અભય અચાનક જમીન પર પડી ગયો. બારતી કંઈ સમજી શકે ત્‍યાં સુધીમાં અભયનું હૃદયરોગના હુમલાથી મૃત્‍યુ થયું હતું.

આ ઘટના બાદ લગ્ન સમારોહની સમગ્ર ઉજવણી માતમમાં ફેરવાઈ ગઈ હતી. અભયને સંજય ગાંધી મેમોરિયલ હોસ્‍પિટલમાં લઈ જવામાં આવ્‍યો, પરંતુ ત્‍યાં સુધીમાં અભયનું મોત થઈ ગયું હતું. જણાવવામાં આવી રહ્યું છે કે અભયનું ઘર કાનપુરના હંસાપુરમ સ્‍થિત એજી આવાસ વિકાસ કોલોનીમાં છે. ઘટનાની માહિતી મળતા અભયના પરિવારજનો રીવા આવ્‍યા હતા. બીજી તરફ ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્‍થળે પહોંચી હતી અને પોસ્‍ટમોર્ટમ કરાવી લાશને સ્‍વજનોને સોંપી હતી.

(11:17 am IST)