Gujarati News

Gujarati News

News of Thursday, 19th January 2023

૩૦ પ્રવાસીઓને લીધા વગર જ ઊડી ગઈ ફલાઇટ

સિંગાપોર જતી સ્‍કૂટ એરલાઈન્‍સની ફ્‌લાઈટ નિર્ધારિત સમય કરતાં વહેલી રવાના થઈ અમળતસર એરપોર્ટ પર ૩૦થી વધુ મુસાફરો ફસાયા

અમૃતસર, તા.૧૯: અમળતસરથી એક ચોંકાવનારો કિસ્‍સો સામે આવ્‍યો છે. શ્રી ગુરુ રામદાસ જી ઈન્‍ટરનેશનલ એરપોર્ટ પર સ્‍કૂટ એરલાઈન્‍સની ફ્‌લાઈટે સમય કરતાં પહેલાં ઉડાન ભરી હતી, જેણે કારણે ૩૦ મુસાફરો એરપોર્ટ પર જ રહી ગયા હતા. હવે ડિરેક્‍ટોરેટ જનરલ ઑફ સિવિલ એવિએશન એટલે કે ઝઞ્‍ઘ્‍ખ્‍એ આ સમગ્ર મામલાની નોંધ લીધી છે.

ડીજીસીએએ ગુરુવારે જણાવ્‍યું હતું કે, ‘ડીજીસીએ એવા કેસની તપાસ કરી રહ્યું છે કે જ્‍યાં સિંગાપોર જતી સ્‍કૂટ એરલાઈન્‍સની ફ્‌લાઈટ નિર્ધારિત સમય કરતાં વહેલી રવાના થઈ હતી, જેના કારણે અમળતસર એરપોર્ટ પર ૩૦થી વધુ મુસાફરો ફસાયા હતા.'

અમળતસર એરપોર્ટના ડિરેક્‍ટરે પણ આ મામલે પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું છે કે, ‘સિંગાપોર જતી સ્‍કૂટ એરલાઈન્‍સની ફ્‌લાઈટ સાંજે ૭ વાગ્‍યા પછી અમળતસરથી સિંગાપોર માટે ટેકઓફ થવાની હતી, પરંતુ એરલાઈને બુધવારે બપોરે ૩-૪ વાગ્‍યાની વચ્‍ચે તેનું સમયપત્રક રિશિડ્‍યુલ કર્યું અને તમામ મુસાફરોને ઈ-મેલ દ્વારા જાણ કરી હતી. ટ્રાવેલ એજન્‍ટ જેમણે ૩૦ લોકોના જૂથ માટે ટિકિટ બુક કરાવી હતી તેણે મુસાફરોને સિંગાપોરની ફ્‌લાઇટના સમયમાં ફેરફાર વિશે જાણ કરી ન હતી.

તે જ સમયે, સ્‍કૂટ એરલાઇનના અધિકારીઓએ જણાવ્‍યું કે તમામ મુસાફરોને ઈ-મેલ મોકલીને ફ્‌લાઈટના રિશેડ્‍યુલ વિશે જાણ કરવામાં આવી હતી. આવી સ્‍થિતિમાં ઘણા લોકો રિશિડ્‍યુલ સમયે એરપોર્ટ પર પહોંચી ગયા હતા અને મુસાફરી પણ કરી હતી, જે પેસેન્‍જરો ન આવ્‍યા તેમના નામ પણ વારંવાર જાહેર કરવામાં આવ્‍યા હતા, પરંતુ જ્‍યારે પેસેન્‍જર્સ આવ્‍યા ન હતા ત્‍યારે પ્‍લેન ટેક ઑફ કર્યું હતું.

આ ઉપરાંત મહિનાની શરૂઆતમાં બેંગ્‍લોર ઇન્‍ટરનેશનલ એરપોર્ટ પર પણ આવી જ ઘટના બની હતી. મળતી માહિતી મુજબ, GoFirst ફ્‌લાઈટે કેમ્‍પેગોડા ઈન્‍ટરનેશનલ એરપોર્ટ પર સમય પહેલા ટેકઓફ કર્યું હતું, જેના કારણે ૫૦થી વધુ મુસાફરો એરપોર્ટ પર જ ફસાઈ ગયા હતા.

(3:31 pm IST)