Gujarati News

Gujarati News

News of Friday, 19th February 2021

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંગે હાઇકોર્ટનો મોટો ચુકાદો

જુદા-જુદા દિવસે જ થશે મતગણતરી

પાલિકા - પંચાયતની મણગણતરી એક જ દિવસે કરવાની માંગ હતી : હાઇકોર્ટે અરજદારની અરજી ફગાવી

નવી દિલ્હી તા. ૧૯ : ગુજરાત રાજયની સ્થાનિક સ્વરાજયની ચૂંટણીને ગણતરીના દિવસો બાકી રહ્યા છે, બીજી તરફ સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં અલગ-અલગ દિવસે મતગણતરી કરવા મુદ્દે હાઇકોર્ટ મહત્વનો ચુકાદો આપ્યો છે. જેમાં અરજદારે કરેલી અરજી મામલે નિર્ણય આવી ગયો છે. જેમાં અરજદારે હાઈકોર્ટમાં એક અરજી દાખલ કરી હતી. આ કેસમાં આજે ચૂકાદો આવી ગયો છે કે મતગણતરી અલગ અલગ દિવસે જ થશે.

આ અરજીમાં અરજદારે ઉલ્લેખ કર્યો હતો કે મહાનગરપાલિકા અને જિલ્લા-તાલુકા પંચાયત તેમજ પાલિકાની મતગણતરી એકસાથે કરવાની માંગ કરી છે. ત્યારે આ મામલે હાઈકોર્ટે મહત્વનો નિર્ણય સંભળાવતા જણાવ્યું કે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં મહાનગરપાલિકાઓ, જિલ્લા પંચાયતો અને તાલુકા પંચાયતોની મત ગણતરી એક જ તારીખે નહીં થાય.

રવિવારે લાખો લોકો મત આપવાના છે પરંતુ કોરોના વાયરસ મહામારીના કારણે લાખો ઘરો સુધી મતદારોને મતદાન મથકનું સરનામું અને બૂથ નંબર દર્શાવતી સ્લીપનું વિતરણ કરવાનું કામ કરવામાં આવશે નહીં. ચૂંટણી આયોગે કર્મચારીઓને ચેપ લાગે તે ભયથી આ નિર્ણય લીધો છે.જેને પગલે ઘણા લોકોને તકલીફો પડશે.ચૂંટણી આયોગની વેબસાઇટ પરથી મતદાર ઓળખકાર્ડ નંબરની મદદથી મતદાન મથક, બૂથની માહિતી મળી જશે.

આ અંગે ચૂંટણીપંચે હાઈકોર્ટમાં રજૂઆત કરી હતી કે ૨૦૦૫થી સ્થાનિક સ્વરાજયની ચૂંટણીની મતગણતરી ૨ તબક્કામાં થાય છે. રાજયમાં એક જ તારીખે મતગણતરી રાખીએ તો બહુ મોટા સ્ટાફની જરૂર પડે. સામાન્ય રીતે મતગણતરી માટે એક જ રૂમમાં ૧૪ ટેબલ રાખવામાં આવે છે. આ વર્ષે કોવિડને લીધે માત્ર ૭ ટેબલ રાખવાનો નિર્ણય લેવાયો છે. ચૂંટમીપંચે થોડા દિવસો પહેલાં ચૂંટણીની તારીખો જાહેર કરી હતી. જેમાં મહાનગરપાલિકાની ચૂંટણી માટે ૨૧મી ફેબ્રુઆરીએ મતદાન અને મતગણતરી ૨૩મી ફેબ્રુઆરીએ યોજવાનો પરિપત્ર જાહેર કર્યો હતો. જે સામે કોંગ્રેસે વાંધો પણ ઉઠાવ્યો હતો.

સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં પ્રથમ વખત ઉમેદવારોના એફિડેવિટનું વિશ્લેષણ એડીઆર દ્વારા કરાયુ છે. જેમા ઉમેદવારોની સંપત્તિ અને ક્રિમિનલ બેકગ્રાઉન્ડ અને શૈક્ષણિક લાયકાત અંગે વિશ્લેષણ કરાયુ છે. જેમા ચોંકાવનારી વિગતો સામે આવી છે. મળતી માહિતી પ્રમાણે એડીઆરના રિપોર્ટમાં ૪૫૨ ઉમેદવારોનું વિશ્લેષણ કરાયું છે. ૪૩ ઉમેદવારો ક્રિમિનલ બેકગ્રાઉન્ડ ધરાવે છે. જેમા ભાજપના ૧૩ ઉમેદવારો ક્રિમિનલ બેકગ્રાઉન્ડ ધરાવે છે. તો કોંગ્રેસમાં ૨૦ ઉમેદવારો ક્રિમિનલ બેકગ્રાઉન્ડ ધરાવે છે. આમ આદમી પાર્ટીના ૮ ઉમેદવારો પણ ક્રિમિનલ બેકગ્રાઓઉન્ડ ધરાવે છે. ૪૫૨માંથી ૮૧ ઉમેદવાર કરોડપતિ છે. જેમા ભાજપના ૧૩, કોંગ્રેસના ૧૨ અને આપના ૨ ઉમેદવાર કરોડપતિ છે.

(3:07 pm IST)