Gujarati News

Gujarati News

News of Friday, 19th February 2021

સેન્સેક્સમાં ૪૩૫, નિફ્ટીમાં ૧૩૭ પોઈન્ટનો મોટો કડાકો

શેર બજારોમાં સતત ચોતા દિવસે ગિરાવટ જોવા મળી : ઓએનજીસીના શેરોમાં સૌથી વધુ પાંચ ટકાનો ઘટાડો, ICICI બેંક, બજાજ ઓટો અને મારુતિના શેર પણ તૂટ્યા

મુંબઈ, તા. ૧૯ : શેર બજારો શુક્રવારે સતત ચોથા દિવસે ગિરાવટ રહી અને બીએસઈ સેન્સેક્સ ૪૩૫ પોઇન્ટ તૂટીને ૫૧,૦૦૦ ની નીચે બંધ રહ્યો છે. આઈસીઆઈસીઆઈ બેંક, એક્સિસ બેક્ન અને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (એસબીઆઈ) ના ઘટાડા સાથે શેર બજારમાં ઘટાડો જોવા મળ્યો. બીએસઈના ૩૦ શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ ૪૩૪.૯૩ પોઈન્ટ એટલે કે ૦.૮૫ ટકા તૂટીને ૫૦,૮૮૯.૭૬ ના સ્તર પર બંધ થયો છે. એ જ રીતે નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી ૧૩૭.૨૦ પોઇન્ટ એટલે કે ૦.૯૧ ટકા તૂટીને ૧૪,૯૮૧.૭૫ પોઇન્ટની સપાટીએ બંધ રહ્યો છે. સેન્સેક્સ શેરોમાં ઓએનજીસીનો સૌથી મોટો ઘટાડો હતો. તેમાં લગભગ ૫ ટકાનો ઘટાડો થયો હતો. અન્ય શેરોમાં ઘટાડો થયો જેમાં એસબીઆઈ, એક્સિસ બેંક, આઈસીઆઈસીઆઈ બેંક, બજાજ ઓટો અને મારુતિનો સમાવેશ થાય છે. બીજી તરફ, ઇન્ડસઇન્ડ બેક્ન, એચયુએલ, ડો.. રેડ્ડીઝ, એનટીપીસી અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે જોર પકડ્યું.

          રિલાયન્સ સિક્યોરિટીઝના સ્ટ્રેટેજી અફેર્સના વડા વિનોદ મોદીએ કહ્યું કે, ઓલ રાઉન્ડ પ્રોફિટ બુકિંગના પગલે સ્થાનિક શેર બજારોમાં ઘટાડો થયો. બેંકો અને વાહન સૂચકાંકોમાં ૨ થી ૩ ટકાનો સુધારો થયો છે, જ્યારે જાહેર ક્ષેત્રની બેંકોમાં ૫ ટકાથી વધુનો સુધારો થયો છે. તેમાં છેલ્લા પાંચ ટ્રેડિંગ સેશનમાં તેજી જોવા મળી હતી. તેમણે કહ્યું, છેલ્લા ત્રણ દિવસથી વેચવાલી સ્પષ્ટ દેખાઈ રહી છે. જો કે, રોકાણકારોને મધ્યમ અને નાની કંપનીઓના શેરોમાં રસ છે. આનું કારણ આ કંપનીઓમાં કમાણીના દૃશ્યમાં સુધારો છે. જાપાનની નિક્કીએ એશિયાના અન્ય બજારોમાં નુકસાન ગુમાવ્યું હતું, જ્યારે શાંઘાઈ કમ્પોઝિટ ઈન્ડેક્સ, હોંગકોંગનું હેંગસેંગ અને દક્ષિણ કોરિયાના કોસ્પી નફામાં હતા. ભારતીય સમય મુજબ બપોર પછી યુરોપના મોટા બજારો ખુલી ગયા. દરમિયાન વૈશ્વિક ઓઇલ સ્ટાન્ડર્ડ બ્રેન્ટ ક્રૂડ ૧.૨૪ ટકા ઘટીને ૬૩.૧૪ ડોલર પ્રતિ બેરલ રહ્યો હતો.

(7:41 pm IST)