Gujarati News

Gujarati News

News of Friday, 19th February 2021

સરકારી યોજનાઓનો લાભ લેવા માટે આધાર કાર્ડ લીંક કરવુ ફરજીયાતઃ ઍસબીઆઇ દ્વારા ગ્રાહકોને તાકીદ

નવી દિલ્હીઃ દેશની સૌથી મોટી બેન્ક SBIએ ખાતાધારકોને એકાઉન્ટ આધાર સાથે વહેલીતકે લિંક કરાઇ લેવાનો મેસેજ કર્યો છે. બેન્કનું કહેવું છે કે ખાતુ આધાર સાથે લિંક હશે તો રાંધણ ગેસની સબસિડી અને પેન્શનનો લાભ લઇ શકાશે. તેના માટે બેન્કમાં જવું ફરજિયાત નથી. ઘેરબેઠા પણ વિવિધ રીતે આધાર નંબર લિક કરી શકાશે.

સુપ્રીમ કોર્ટ મુજબ આધાર લિંક જરુરી નથી પણ…

સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર, બેંક અકાઉન્ટને આધાર સાથે લિંક કરવું ફરજિયાત નથી પરંતુ જો સરકારી સબ્સિડી બેન્ક એકાઉન્ટમાં પ્રાપ્ત કરવા માગો છો તો તમારે આધાર નંબર, ખાતામાં એડ કરવો પડશે. સરકારની તરફથી બેંકોને સુનિશ્ચિત કરવા માટે કહ્યું કે 31 માર્ચ 2021 સુધી તમામ બેંક અકાઉન્ટ ગ્રાહકના આધાર નંબરથી લિંક થઈ જવા જોઈએ.

સરકારી યોજનાની રકમ બેન્ક ખાતામાં

પેન્શન, LPG સબ્સિડી અથવા સરકારી યોજનાઓ અંતર્ગત મળતી રકમ હવે સીધા બેંક અકાઉન્ટમાં જ આવે છે. પરંતુ તેનો લાભ લેવા માટે તમારું બેંક અકાઉન્ટ આધાર સાથે લિંક (SBI Aadhar link)હોવું જરૂરી છે.

ઓનલાઈન લિંક કરવા શું કરવું?

- www.onlinesbi.com પર લોગ ઈન કરો

- સ્ક્રીનની ડાબી બાજુ “My Accounts” દેખાશે.

- પછી “Link your Aadhaar number” (તમારા આધાર નંબરને લિંક કરો) પર જવું.

- બીજા પેજ પર અકાઉન્ટ નંબર પસંદ કરો, આધાર નંબર એન્ટર કરો અને સબમિટ પર ક્લિક કરો.

- તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબરના છેલ્લા 2 ડિજિટ (તે બદલી શકાતા નથી) દેખાશે.

- મેપિંગની સ્થિતિની જાણકારી તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર આવી જશે.

ATMમાં આધાર લિંકિંગ

- SBIના ATMમાં જઈને ડેબિટ કાર્ડ સ્વાઈપ કરો અને પિન દાખલ કરો.

- હવે ‘સર્વિસ-રજિસ્ટ્રેશન’ ઓપ્શન પસંદ કરો. મેનૂમાં આધાર રજિસ્ટ્રેશનને પસંદ કરો.

– અકાઉન્ટનો પ્રકાર પસંદ કરીને આધાર નંબર એન્ટર કરો.

- ત્યારબાદ રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર બેંક અકાઉન્ટ અને આધારને લિંક થઈ જવાનો મેસેજ આવશે.

UADAIની વેબસાઈટ પર

– UADAIની સત્તાવાર વેબસાઈટ uidai.gov.in પર જવું.

– ‘Aadhaar Services’વાળા સેક્શન પર ક્લિક કરી ‘Check Aadhaar/Bank Account Linking Status’ પર જવું.

– ક્લિક કરતા, એક નવું પેજ ઓપન થશે. અહીં તમારી પાસેથી 12 અંકવાળો આધાર નંબર માગવામાં આવશે.

- પહેલા આધાર નંબર આપવામાં આવેલી જગ્યા પર ભરવો. -સ્ક્રીન પર એક સિક્યોરિટી કોડ પણ દેખાશે, તેને જોઈને ભરવો બાદમાં વન ટાઈમ પાસવર્ડ (OTP)તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર આવશે.

- આવી સ્થિતિમાં તેમાં એન્ટર કરી ફરીથી લોગિન કરવું પડશે.

- જો તમારું બેંક અકાઉન્ટ આધાર સાથે લિંક થયું હશે તો તમારી સામે “Congratulations! Your Bank Aadhaar Mapping has been done” એવો મેસેજ આવશે.

બેંકમાં પણ જઈને લિંક કરાવી શકાય

બેંક અકાઉન્ટમાં આધાર નંબરના લિંકિંગ માટે ગ્રાહક નજીકની SBI બ્રાંચનો સંપર્ક કરી શકે છો. ત્યાં જઈને તમારે તમારા આધારની ફોટો કોપી આપવી પડશે. પરંતુ જ્યારે બેંક જાવ તો ઓરિજિનલ આધાર કાર્ડ તમારી પાસે રાખવું.

(5:17 pm IST)