Gujarati News

Gujarati News

News of Sunday, 19th March 2023

ઊંઝાના દાસજ ગામમાં વરિયાળીના ભુસાને કેમિકલ પ્રોસેસ કરી બનાવવામાં આવતુ નક્લી જીરાનો જથ્‍થો ઝડપાયો

 મહેસાણાઃ ઊંઝાના દાસજ ગામમાંથી નક્લી જીરુ બનાવતુ ગોડાઉન ઝડપાયુ છે. 3 હજાર કિલોથી વધુ નક્લી જીરુનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. વરિયાળી ઉપર સિમેન્ટ અને ગોળનો ઢોળ ચડાવી નક્લી જીરુ બનાવતા બનાવતા હોવાનુ તપાસમાં સામે આવ્યુ છે.

જો તમે જીરુ ખરીદવાના હોય તો પહેલા તેની ગુણવત્તા ખાસ ચકાસી લેજો, કારણ કે મહેસાણાના ઊંઝાના દાસજ ગામમાંથી નક્લી જીરુ બનાવતુ ગોડાઉન ઝડપાયુ છે. દાસજ ગામમાં વરિયાળીમાંથી નક્લી જીરુ બનાવવામાં આવતુ હતુ. ફુડ એન્ડ ડ્રગ વિભાગે જય પટેલના મંગલમૂર્તિ ગોડાઉનમાં રેડ પાડી હતી. જેમા 48 બોરી મળીને 3 હજાર કિલો 360 કિલો નક્લી જીરુ સીઝ કર્યુ છે. ફુડ એન્ડ ડ્રગ વિભાગે બનાવટી જીરુના સેમ્પલ લઈ લેબમાં ટેસ્ટ માટે મોકલ્યા હતા. વરિયાળી ઉપર સિમેન્ટ અને ગોળનો ઢોળ ચડાવી નક્લી જીરુ બનાવતા હતા.

વરિયાળીના ભુસા ઉપર કેમિકલ પ્રોસેસ કરી સિમેન્ટ અને ગોળનો ઢોળ ચઢાવીને તેને અદલ જીરા જેવું બનાવવામાં આવતું હોવાનું ફૂડ અધિકારી વિપુલ ચૌધરીએ જણાવ્યું હતું. ફૂડ વિભાગની ટીમે ગોડાઉનમાં પથરાયેલ રૂ.5.04 લાખની કિંમતના 48 કોથળા 3360 કિલો બનાવટી જીરુનો જથ્થો કબજે કરી સિઝ કર્યો હતો. તંત્ર દ્વારા લેવાયેલા સેમ્પલનો રિપોર્ટ આવ્યા બાદ ફૂડ સેફ્ટી એક્ટ મુજબ ગોડાઉન માલિક જય પટેલ વિરુદ્ધ કોર્ટમાં ફરિયાદ દાખલ કરી કાર્યવાહી કરવામાં આવશે તેમ ઉમેર્યું હતું.

(1:29 pm IST)