Gujarati News

Gujarati News

News of Sunday, 19th March 2023

રોહન બોપન્ના અને તેના ઓસ્ટ્રેલિયન સાથી મેથ્યુ એબ્ડેને ટોચની ક્રમાંકિત વેસ્લી કૂહલોફ અને નીલ સ્કુપ્સિટોને હરાવીને ઈન્ડિયન વેલ્સનો ખિતાબ જીત્યોઃ એટીપી માસ્ટર્સ 1000 ટાઈટલ જીતનાર સૌથી મોટી ઉંમરનો ખેલાડી બન્યો

- સાનિયા મિર્ઝા સાથે મિક્સ્ડ ડબલ્સમાં ડેબ્યૂ કર્યું: ટેનિસ ખેલાડીએ ઓલિમ્પિકમાં પણ ભારતનું પ્રતિનિધિત્વ કર્યું

નવી દિલ્‍હીઃ  ભારતના રોહન બોપન્ના અને ઓસ્ટ્રેલિયાના સાથી મેથ્યુ એબ્ડેન, BNP Paribas Open tennis tournamentમાં પુરુષોની ડબલ્સની ફાઇનલમાં નેધરલેન્ડના વેસ્લી કુલહોફ અને બ્રિટનના નીલ સ્કુપ્સકીને હરાવ્યા બાદ વિજેતાની ટ્રોફી હાથમાં લીધી હતી.ભારત-ઓસ્ટ્રેલિયન જોડીએ મેચ 6-3, 2-6, 10-8થી જીતી હતી, જેનાથી બોપન્ના એટીપી માસ્ટર્સ 1000 ટાઇટલ જીતનાર સૌથી મોટી ઉંમરનો ખેલાડી બન્યો છે. તેની ઉંમર 43 વર્ષની છે.

અગાઉનો રેકોર્ડ કેનેડાના ડેનિયલ નેસ્ટરનો હતો, બોપન્નાના ભૂતપૂર્વ ડબલ્સ પાર્ટનર, જેમણે 42 વર્ષની ઉંમરે 2015 સિનસિનાટી માસ્ટર્સ જીત્યું હતું. આ જીત બોપન્નાના  ATP માસ્ટર્સ 1000 ટાઇટલ જીત્યા છે, જે 2017 માં મોન્ટે કાર્લો પછી તેનું પ્રથમ છે.ઓસ્ટ્રેલિયન ઓપન પછી 2023 સીઝન માટે ટીમ બનાવીને, બોપન્ના અને એબ્ડેન અત્યાર સુધી સારું પ્રદર્શન કરી રહ્યા છે. તેઓ ગયા મહિને કતારમાં ATP 250 ટાઇટલ જીત્યા પહેલા રોટરડેમમાં ફાઇનલમાં પહોંચ્યા હતા.

ભારતીય ટેનિસ સર્કિટના ઉભરતા સ્ટાર્સમાંના એક, રોહન બોપન્નાને લિએન્ડર પેસ અને મહેશ ભૂપતિના વારસાને આગળ વધારવાનો શ્રેય આપવામાં આવે છે.2002 થી ભારતની ડેવિસ કપ ટીમના સભ્ય રહ્યો છે. 42 વર્ષીય જમણા હાથના ટેનિસ ખેલાડીએ 2012 અને 2016 ઓલિમ્પિકમાં પણ ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે.રોહન બોપન્નાએ તેના જીવનની શરૂઆતમાં ટેનિસ રમવાનું શરૂ કર્યું કારણ કે, તેના પિતા ઇચ્છતા હતા કે તે વ્યક્તિગત રમત પર ધ્યાન કેન્દ્રિત કરે અને 19 વર્ષની ઉંમરે તેણે ટેનિસમાં કારકિર્દી બનાવવાનું નક્કી કર્યું.

રોહન બોપન્નાની સિંગલ્સ કારકિર્દી ખરેખર ક્યારેય શરૂ થઈ ન હોવા છતાં, તેનો સ્ટાર ડબલ્સ કેટેગરીમાં ચમકતો રહ્યો. બેંગલુરુના ઉભરતા સ્ટારે 2007ના હોપમેન કપમાં સાનિયા મિર્ઝા સાથે મિક્સ્ડ ડબલ્સમાં ડેબ્યૂ કર્યું હતું. જેમાં ડબલ્સ ટીમે તેમના ગ્રૂપમાં ચેક રિપબ્લિક, ક્રોએશિયા અને ચીનને પાછળ છોડીને અને રનર્સ અપ તરીકે સ્પેન પાછળ બીજા સ્થાને રહેવા માટે શાનદાર પ્રદર્શન કર્યું હતુ.

ઓસ્ટ્રેલિયન ઓપન 2023 દરમિયાન રોહન બોપન્નાને ચીયર કરવા માટે તેની પત્ની સુપ્રિયા અન્નૈયા પણ મેલબોર્નમાં હાજર હતી. સુપ્રિયાની મેચ જોઈ રહેલી તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે. આ પછી ફેન્સ બોપન્નાને સુપ્રિયાને લઈને અલગ-અલગ પ્રકારના સવાલો પૂછી રહ્યા છે. જેમાં રોહન બોપન્નાએ પોતાની પ્રતિક્રિયા આપીને ચાહકોના દિલના ધબકારા વધારી દીધા છે.

(1:36 pm IST)