Gujarati News

Gujarati News

News of Tuesday, 19th April 2022

એચઆઈવી સંક્રમણના મામલામાં મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશ પછી બિહાર ત્રીજા ક્રમે છે. યુનિસેફ (બિહાર)ના હેલ્થ સ્પેશ્યાલિસ્ટ ડૉ. એસ. સિદ્ધાર્થ શંકર રેડ્ડીએ એચઆઈવી/ એઈડ્સ જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત જણાવ્યું હતું કે 2010 થી એચઆઈવી સંક્રમણ દરમાં 27 ટકાનો ઘટાડો થયો હોવા છતાં બિહારમાં આ સ્થિતિ છે.

એચઆઈવીના નિવારણ માટે ત્રણ સ્તરે પ્રયાસો કરવા જરૂરી છે.

નવી દિલ્‍હી :  બિહારમાં દર વર્ષે HIV સંક્રમણના લગભગ 8000 જેટલા કેસ નોંધાય છે. એચઆઈવી સંક્રમણના મામલામાં મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશ પછી બિહાર ત્રીજા ક્રમે છે. યુનિસેફ (બિહાર)ના હેલ્થ સ્પેશ્યાલિસ્ટ ડૉ. એસ. સિદ્ધાર્થ શંકર રેડ્ડીએ એચઆઈવી/ એઈડ્સ જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત જણાવ્યું હતું કે 2010 થી એચઆઈવી સંક્રમણ દરમાં 27 ટકાનો ઘટાડો થયો હોવા છતાં બિહારમાં આ સ્થિતિ છે.

નેશનલ એઈડ્સ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશન દ્વારા 2017 માં હાથ ધરવામાં આવેલા સર્વેક્ષણ મુજબ, રાજ્યમાં સૌથી વધુ સંખ્યામાં PLHIV અર્થાત એઈડ્સ સાથે જીવતા યુવાનોની સંખ્યા વધારે છે. ડો. રેડ્ડીએ જણાવ્યું કે એચઆઈવીના નવા કેસ એવા લોકોમાં વધારે છે જે નસમાં લાગતી દવાઓનો ઉપયોગ કરે છે અથવા સજાતીય સંબંધ અથવા પુરુષ સાથે સેક્સમાં રસ ધરાવતા હોય છે.

ડો. રેડ્ડીએ જણાવ્યું હતું કે સ્ત્રી સેક્સ વર્કર્સમાં ચેપનું વલણ હવે (MSM) માં બદલાઈ ગયું છે. આ કિસ્સામાં, ટ્રક ડ્રાઈવરો અને સ્થળાંતર કામદારો એચઆઈવીના સંપર્કમાં આવનારા સૌથી કમજોર વર્ગ હતા. જો કે બિહારમાં PLHIV ના ઈન્ફેક્શન દર (0.17%) રાષ્ટ્રીય સરેરાશ (0.22%) કરતા સારો હોવા છતાં, તે 2030 સુધીમાં જાહેર સ્તરે આ રોગને નાબૂદ કરવા તરફ આગળ વધી રહ્યો છે.

સ્વાસ્થ્ય અધિકારીઓ મુજબ કોવિડ-19ની મહામારીએ આ સમયમર્યાદા લગભગ 5 વર્ષ સુધી લંબાવી દીધી છે. હકીકતમાં, 2020-21 દરમિયાન 5,77,103 લોકોનો HIV ટેસ્ટ કરવામાં આવ્યા હતા, જેમાંથી 1.12 ટકા (6,469) પોઝિટિવ જોવા મળ્યા હતા. અગાઉ વર્ષ 2019-20માં 8,51,346 લોકોની તપાસ કરવામાં આવી હતી, જેમાં 1.16 ટકા (9,928) લોકો એચઆઈવી પોઝીટીવ હોવાનું જાણવા મળ્યું હતું.

જો કે, બિહારના એચઆઈવી તપાસના વાર્ષિક આંકડા સંકેત આપે છે કે રાજ્યમાં એચઆઈવી - એઈડ્સ ના કેસોમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. બિહાર સ્ટેટ એઇડ્સ કંટ્રોલ સોસાયટીના પ્રોજેક્ટ ડાયરેક્ટર અંશુલ અગ્રવાલે જણાવ્યું હતું કે વર્ષ 2018-19માં 6 લાખ લોકોમાંથી 1.83 ટકા (11,000) લોકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. જ્યારે 2021-22માં ફેબ્રુઆરી સુધીમાં 6,87,439 માંથી 0.91 ટકા (7,139) લોકોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

યુનિસેફ (બિહાર) ફિલ્ડ ઓફિસના ચીફ નફીસા બિન્તે શફીકે કહ્યું કે એચઆઈવીના નિવારણ માટે ત્રણ સ્તરે પ્રયાસો કરવા જરૂરી છે. સૌપ્રથમ લોકોને HIV વિશે જાગૃત કરવા જોઈએ. આ સિવાય PLHIV સામે ભેદભાવ અથવા સામાજિક કલંક જેવી બાબતો પર ધ્યાન આપવું. આ સિવાય સંક્રમણનો દર ઘટાડવા તમામ આરોગ્ય સુવિધાઓમાં HIV પરીક્ષણ અને કાઉન્સેલિંગ ઉપલબ્ધ કરાવવાનો પ્રયાસ કરવો.

અંશુલ અગ્રવાલે જણાવ્યું હતું કે રાજ્યમાં એચઆઈી સંક્રમણનો દર બીમારીની સામે ચલાવવામાં આવી રહેલા જાગૃતિ અભિયાનને કારણે ઘટ્યો છે. બિહારમાં લગભગ 1.34 લાખ સંક્રમિત લોકો છે. જે દેશમાં એઇડ્સના કુલ કેસના 5.77 ટકા છે.

 

(11:03 pm IST)