Gujarati News

Gujarati News

News of Tuesday, 19th April 2022

દિલ્‍હીના જહાંગીરીપુરીમાં હિંસાના મામલામાં તંત્રને જબી સફળતા સાંપડી : વીડીયોમાં ગોળીબાર કરવા નજરે પડયા સોનુ ચીકનીયાની ધરપકડ કરી લેવાઇ છે

દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાંચની ટીમ સોમવારે બપોરે તેના ઘરે દરોડા પાડવા ગઈ હતી, ત્યારબાદ ટીમ પર પથ્થરમારો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, જેમાં એક પોલીસકર્મી ઘાયલ થયો હતો.

નવી દિલ્હી: દિલ્હીના જહાંગીરપુરીમાં હિંસાના મામલામાં મોટી સફળતા મળી છે. વીડિયોમાં ગોળીબાર કરતા દેખાતા સોનુ ચિકનાની ધરપકડ કરવામાં આવી છે, તેને સ્પેશિયલ સ્ટાફ/NWD દ્વારા પકડી લેવામાં આવ્યો છે. વાસ્તવમાં 17 એપ્રિલે એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં એક વ્યક્તિ વાદળી કુર્તામાં જોવા મળ્યો હતો. આ વ્યક્તિ પર આરોપ છે કે 16 એપ્રિલે જહાંગીરપુરીમાં હિંસા દરમિયાન ફાયરિંગ કર્યું હતું.

હિંસાના મામલામાં દિલ્હી પોલીસ સતત ધરપકડ કરી રહી છે, તેમાં સોનુ ચિકનાની ધરપકડ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. સોનુ ચિકનાની ધરપકડ માટે દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાંચની ટીમ સોમવારે બપોરે તેના ઘરે દરોડા પાડવા ગઈ હતી, ત્યારબાદ ટીમ પર પથ્થરમારો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, જેમાં એક પોલીસકર્મી ઘાયલ થયો હતો.

જોકે, પોલીસે આ પથ્થરમારાને નાની ઘટના ગણાવી છે. એક નિવેદન જારી કરતી વખતે પોલીસે કહ્યું કે પરિસ્થિતિ નિયંત્રણમાં છે અને તે માત્ર એક નાની ઘટના હતી. અહેવાલો અનુસાર, સોનુ ચિકના હલ્દિયા પશ્ચિમ બંગાળનો રહેવાસી હોવાનું કહેવાય છે. જહાંગીરપુરી હિંસા કેસમાં સોની ચિકનાની ધરપકડ પહેલા પોલીસે 23 લોકોની ધરપકડ કરી હતી. હવે ધરપકડ કરાયેલા આરોપીઓની સંખ્યા વધીને 24 થઈ ગઈ છે. આ મામલાની તપાસ માટે પોલીસ દ્વારા કુલ 14 ટીમો પણ બનાવવામાં આવી છે.

(11:08 pm IST)