Gujarati News

Gujarati News

News of Tuesday, 19th April 2022

આઇપીએલ દિલ્‍હી ફેન્‍ચાઇઝના ઓ.સી. ઓલ રાઉન્‍ડર મિચેલ માર્શને કોરોના સબબ હોસ્‍પિટલમાં ખસેડાયા : વધુ પાંચ કોરોના સંક્રમીત

મુંબઈ, તા.૧૮: આઇપીએલની દિલ્હી ફ્રેન્ચાઈઝીના ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર મિચેલ માર્શને કોરોનાના કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવશે તેમ એક મીડિયા રિપોર્ટ જણાવી રહ્યો છે. રિપોર્ટમાં જણાવાયું છે કે, માર્શની સીટી વેલ્યુ ૧૭ હોવાનું કોરોના ટેસ્ટિંગમાં જાણવા મળ્યું હતુ. આ ઉપરાંત એક ડોક્ટર, એક સોશિયલ મીડિયા ટીમના સભ્યને અને હોટલ સ્ટાફના અન્ય ત્રણ સભ્યોને કોરોના થયો હોવાનું બહાર આવ્યું છે.

આ સાથે હવે ૨૦મી ને બુધવારે રમાનારી દિલ્હી અને પંજાબની મેચ સામે પ્રશ્નાર્થ સર્જાયો છે. અગાઉ એવો અહેવાલ વહેતો થયો હતો કે, મિચેલ માર્શનો આરટીપીસીઆર રિપોર્ટ નેગેટિવ આવી ગયો છે. જેના કારણે બધાએ રાહત અનુભવી હતી. જોકે નવા રિપોર્ટથી ચિંતાનું વાતાવરણ સર્જાયું છે.

આ પહેલા દિલ્હીના ફિઝિયો પેટ્રિક ફરહાર્ટનો કોરોનાનો રિપોર્ટ પોઝિટીવ આવતા તેને આઈસોલેશનમાં મૂકવામાં આવ્યો હતો. જે પછી મિચેલ માર્શનો રેપિડ એન્ટિજન ટેસ્ટ પોઝિટીવ આવ્યો હતો.

(11:09 pm IST)