Gujarati News

Gujarati News

News of Tuesday, 19th April 2022

ઇલેકટ્રીક વ્હિકલ્સમાં આગ લાગવાનું પ્રમાણ પણ વધી રહયું છે. ઇલેકટ્રીક બાઇક બનાવતી એક કંપનીના શો રુમમાં બાઇક ચાર્જીગ થઇ રહયું હતું ત્યારે અચાનક બેટરી ફાટતા આગ લાગવાથી 17 ઇ-બાઇક બળીને ખાખ થતા હાહાકાર મચી ગયો હતો

ઇ-વાહનોમાં વધતી જતી આગની ઘટના ચિંતાજનક

ચેન્નાઇ,: ગરમી વધતી જાય છે તેમ ઇલેકટ્રીક વ્હિકલ્સમાં આગ લાગવાનું પ્રમાણ પણ વધી રહયું છે. ઇલેકટ્રીક બાઇક બનાવતી એક કંપનીના શો રુમમાં બાઇક ચાર્જીગ થઇ રહયું હતું ત્યારે અચાનક બેટરી ફાટતા આગ લાગવાથી 17 ઇ-બાઇક બળીને ખાખ થતા હાહાકાર મચી ગયો હતો. આ ઘટના તામિલનાડુના પોરુર-કુંદરામાં આવેલા એક શો રુમમાં બની હતી.

જોત જોતામાં આગ ઝડપથી શો રુમમાં ફેલાઇ જતા 5 નવા અને 12 સર્વિસમાં આવેલા ઇલેકટ્રીક સ્કૂટરને લપેટમાં લીધા હતા. સ્થાનિક લોકોએ આગ પર કાબુ મેળવવા ખૂબ પ્રયાસ કર્યા. ફાયર સેવાને પણ ફોન કરવામાં આવ્યો પરંતુ એ પહેલા શો રુમ બળીને ખાખ થયો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર તામિલનાડુના પોરુરમાં આગ લાગી તે ઓકિનોવા નામની ઇલેકટ્રીક સ્કૂટર બનાવતી કંપનીનો શો રુમ હતો. અગાઉ પણ ગ્રાહકોની સલામતીને ધ્યાનમાં રાખીને કેટલાક ઇલેકટ્રીક સ્કૂટર પાછા ખેંચવા પડયા હતા.

ગત મહિને એક સ્કૂટરમાં બેટરી ફાટવાથી પિતા અને પુત્રીનું મોત થવાની ઘટના બની હતી. આવી જ ઘટના પુણેમાં પણ બની હતી જેમાં છે. બેટરીમાં આગ લાગવાની બનેલી અડધો ડઝન જેટલી ઘટનાના પગલે સંબંધિત બેચના વાહનોને માર્કેટમાંથી પરત લેવા અંગે પણ નીતિ આયોગના સીઇઓ દ્વારા માંગ કરવામાં આવી છે. સરકાર દ્વારા ઇલેકટ્રીક વાહનો તૈયાર કરતી કંપનીઓ પાસેથી ખુલાસો પણ માંગવામાં આવ્યો છે. અગાઉ સેન્ટર ફોર ફાયર એકસપ્લોઝિવ એન્ડ એનવાર્યમેન્ટ એજન્સીને ઇવીમાં આગ લાગવાના કારણની તપાસ કરવા પણ સૂચના આપવામાં આવી હતી.

(11:32 pm IST)