Gujarati News

Gujarati News

News of Tuesday, 19th April 2022

પાકિસ્‍તાનને ફરી ચીન પાસે ખોળો પાથર્યો: હવે નવા પ્રધાનમંત્રી શહબાઝ શરીફે સોમવારના ચીન સામે હાથ ફેલાવ્યા છે. શહબાઝે ચીન પાસે કરાચી સર્કુલર રેલવે પ્રોજેક્ટના પુનઃસ્થાપન માટે મદદ માંગી છે

કેસીઆર પ્રોજેક્ટ માટે માંગી મદદ

કરાંચી :  પાકિસ્તાનમાં સરકાર ભલે બદલાઈ ગઈ હોય પરંતુ ચીન પર પાડોશી દેશની નિર્ભરતા આજે પણ પહેલા જેવી છે. હવે નવા પ્રધાનમંત્રી શહબાઝ શરીફે સોમવારના ચીન સામે હાથ ફેલાવ્યા છે. શહબાઝે ચીન પાસે કરાચી સર્કુલર રેલવે પ્રોજેક્ટના પુનઃસ્થાપન માટે મદદ માંગી છે જેથી દેશની સૌથી મોટા મહાનગરમાં હજારો યાત્રીઓની મુશ્કેલી દૂર થઈ શકે.

તેમણે કહ્યું કે, કેસીઆર કરાચીના લોક માટે એક ગિફ્ટ હશે અને તેનાથી ઘણો ફાયદો થશે. શહબાઝ શરીફે અહીં માસ ટ્રાન્ઝિટ બસ પ્રોજેક્ટના ઉદ્ધાટન સમયે ચીનના રાષ્ટ્રપતી શી જિનપિંગને કરાચી માટે કેસીઆરના સમર્થન કરવા પર પુનર્વિચાર કરવાનો અનુરોધ કર્યો છે.

ડોન સમાચારે શરીફના અહેવાલથી કહ્યું કે પ્રોજેક્ટના પૂરા થવાથી કરાચીના લોકોની સાથે સાથે આખા પાકિસ્તાનના લોકોમાં પણ ચીન માટે સારી ભાવનાઓ ઉભી થશે. કેસીઆરને 1964 માં પાકિસ્તાન રેલવેના કર્મચારીઓને શહેરના પૂર્વમાં તેમના ઘરોથી શહેર અને કેન્ટોનમેન્ટ રેલ્વે સ્ટેશન સુધી આવવા-જવામાં મદદ કરવા માટે શરૂ કરવામાં આવી હતી.

શહેરના વિકાસમાં મહત્વનો રોલ
તેનું સમય સાથે વિસ્તરણ કરવામાં આવ્યું હતું અને આખરે કરાચી પોર્ટ અને શહેરના કેન્દ્રની આસપાસના વ્યાપારી વિસ્તારોને જોડતા 44 કિમીના લૂપમાં વિકસિત થયો. નાવા સ્વરૂપમાં કેસીઆર પરિયોજનાના તૈયાર થવાથી કરાચીની સાર્વજનિક પરિવહન પ્રણાલીમાં સુધારાની આશા છે.

શહબાઝ શરીફે પાકિસ્તાનની અર્થવ્યવસ્થાને મજબૂત કરવા અને તમામ આંતરરાષ્ટ્રીય મંચો પર તેનું સમર્થન કરવા માટે તેમના સદાબહાર મિત્ર ચીન પ્રત્યે આભાર પણ વ્યક્ત કર્યો છે.

 

(12:00 am IST)