Gujarati News

Gujarati News

News of Tuesday, 19th April 2022

દિલ્‍હી જહાંગીરપુરી હિંસાની ઘટનામાં ર૦ પકડાયા : કાયદાને ધોળીને પી જનારા ર કિશોરની પણ ધરપકડ થઇ છે : પ-તલવાર ૩-બંદુક જપ્‍ત કરાઇ

આરોપી અંસાર પર પહેલાથી જ 7 કેસ ચાલી રહ્યા છે

નવી દિલ્‍હી ; દિલ્હીના જહાંગીરપુરીમાં હનુમાન જન્મોત્સવ પર નીકળી રહેલી શોભા યાત્રા દરમિયાન થયેલી હિસામાં ઘણા લોકોની ધરપકડ કરવામાં આવી છે. દિલ્હી પોલીસના સ્પેશિયલ CP દીપેન્દ્ર પાઠકે કહ્યું કે લોકોને અનુરોધ છે કે જો તેમના વિસ્તારમાં શંકાસ્પદ ગતિવિધિઓ છે કે કોઈ ગૃપ બહેસ કરે છે તો પોલીસને જાણકારી આપે. દક્ષિણ-પૂર્વ જિલ્લામાં સુરક્ષા અને શાંતિ બનાવી રાખવા માટે ડ્રોન દ્વારા પણ વિસ્તારમાં દેખરેખ કરી રહી છે.

DCP નોર્થ વેસ્ટ ઉષા રંગનાનીએ કહ્યું કે જહાંગીરપુરી હિંસાની ઘટનામાં 20 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને કાયદાનું ઉલ્લંઘન કરનારા 2 કિશોરોની પણ ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓના કબજામાંથી 3 બંદૂક અને 5 તલવાર જપ્ત કરવામાં આવ્યા છે. આગામી તપાસ ચાલી રહી છે. દિલ્હી પોલીસે અંસાર નામના આરોપી પર FIR દાખલ કરીને ધરપકડ કરી છે. દીપેન્દ્ર પાઠકનું કહેવું છે કે ગુનેગારોની ઓળખ કરવામાં આવી રહી છે અને પોલીસ તપાસ કરી રહી છે. અમે CCTV ફૂટેજ અને ગુપ્ત ઇનપુટની તપાસ કરીશું.

દંગો કરનારાઓ પર સખત કાર્યવાહી થશે. અંસાર સહિત અન્ય આરોપીઓની રવિવારે રોહિણી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. આ દરમિયાન અંસાર હસતો રહ્યો અને પુષ્પા સ્ટાઈલ દેખાડી. એડવોકેટ વિકાસ વર્માએ કહ્યું કે જહાંગીપૂરી હિસાની ઘટનામાં રોહિણી કોર્ટે બે મુખ્ય આરોપીઓ અંસાર અને અસલમને એક દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી દીધા છે. બાકી 12ને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધા છે.

કોણ છે અંસાર?

હિંસાના મુખ્ય આરોપી અંસાર પર પહેલાથી જ 7 કેસ ચાલી રહ્યા છે. બીજો મુખ્ય આરોપી અસલમ પર પણ પહેલાથી જ એક કેસ છે. અસલમે હિંસા દરમિયાન ગોળી ચલાવી હતી. એક ન્યૂઝ ચેનલના સંવાદદાતાએ અંસારના ઘરના લોકો સાથે વાત કરી તો તેમણે કહ્યું કે અંસાર નિર્દોષ છે અને તેને ખોટી રીતે ફસાવવામાં આવી રહ્યો છે. પોલીસે અંસારનો ક્રાઇમ રેકોર્ડ કાઢ્યો છે. 35 વર્ષીય અંસાર જહાંગીરપુરી B બ્લોકનો રહેવાસી છે. હુમલાના બે કેસો સહિત અન્ય કલમો હેઠળ તેની વારંવાર ધરપકડ પણ કરવામાં આવી હતી. સાથે જ તેની વિરુદ્ધ જુગાર અને શસ્ત્ર અધિનિયમ હેઠળ 5 વખત કેસ નોંધવામાં આવ્યા હતા.

પોલીસે જણાવ્યું કે આગામી તપાસ ચાલી રહી છે. મોહમ્મદ અંસારનો જન્મ જહાંગીરપુરીની ઝુંપડપટ્ટીમાં વર્ષ 1980મા થયો હતો. તેના પિતાનું નામ મોહમ્મદ અલાઉદ્દીન છે. તેની પત્નીનું નામ સકીના અને પુત્રનું નામ સોહેલ છે. તો મોહમ્મદ અંસારના ભાઇનુનાં અલ્ફા છે. પોલીસે અંસારનો ડોઝિયર 20 ફેબ્રુઆરી 2009ના રોજ તૈયાર કર્યો હતો. એ સમયે ચપ્પુ સાથે અંસારની ધરપકડ કરવામાં આવી હતી. ડોઝિયર મુજબ અંસાર વિરુદ્ધ પહેલાથી બે કેસ છે. પહેલા કેસમાં તેની ચપ્પુ સાથે ધરપકડ કરવામાં આવી હતી અને તેની વિરુદ્ધ આર્મ્સ એક્ટની કલમ લગાવવામાં આવી હતી.

બીજો કેસ જુલાઇ 2018નો છે. 186/353 IPC (સરકારી કર્મચારી પર હુમલો કરવો અને સરકારી કામમાં બાધા નાખવી)ની કલમ અંસાર વિરુદ્ધ લગાવવામાં આવી હતી. અંસારનો વ્યવસાય ભંગારનો છે. ડોઝિયરમાં કહેવામાં આવ્યું છે કે અંસારે ચોથા ધોરણ સુધીનો અભ્યાસ કર્યો છે. 16 એપ્રિલના રોજ હનુમાન જયંતીના અવસર પર કાઢવમાં આવી રહેલી શોભાયાત્રા દરમિયાન પથ્થરમારા અને હિંસા કરવામાં આવી હતી. આ હિંસામાં 8 પોલીસકર્મીઓ સહિત લગભગ 9 લોકો ઇજાગ્રસ્ત થઈ ગયા હતા. અંસારે જ જામા મસ્જિદ પાસે પહોંચીને શોભાયાત્રા સામેલ લોકો સાથે બહેસ કરી હતી.

(11:43 pm IST)