Gujarati News

Gujarati News

News of Tuesday, 19th April 2022

કોરોનાના કેસમાં ૪૩ ટકાનો ઘટાડો : ૨૪ કલાકમાં ૧૨૪૭ કેસ : ૧ મોત

દેશમાં કોરોનાને કારણે અત્‍યાર સુધીમાં ૫,૨૧,૯૬૬ લોકોના મોત

નવી દિલ્‍હી તા. ૧૯ : કોરોના વાયરસના મોરચે દેશ માટે રાહતના સમાચાર છે. ભારતમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના કેસમાં મોટો ઘટાડો નોંધાયો છે. સ્‍વાસ્‍થ્‍ય મંત્રાલયના જણાવ્‍યા અનુસાર, છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં કોરોનાના ૧,૨૪૭ નવા કેસ નોંધાયા છે. આ પહેલા સોમવારે ભારતમાં કોરોનાના ૨૧૮૩ નવા કેસ નોંધાયા હતા. એટલે કે દેશમાં કોરોનાના કેસોમાં ૪૩ ટકાનો ઘટાડો નોંધાયો છે. આ દરમિયાન માત્ર ૧નું મોત થયું છે.
સોમવારે, કોરોનાના કેસોમાં ૯૦ ટકાથી વધુનો ઉછાળો આવ્‍યો. આજે સવારે ૮ વાગ્‍યે કેન્‍દ્રીય આરોગ્‍ય મંત્રાલય દ્વારા અપડેટ કરવામાં આવેલા ડેટા અનુસાર, ભારતમાં કોવિડ-૧૯ કેસની કુલ સંખ્‍યા વધીને ૪,૩૦,૪૫,૫૨૭ થઈ ગઈ છે, જયારે સક્રિય કેસ વધીને ૧૧,૮૬૦ થઈ ગયા છે. દેશમાં કોરોનાને કારણે અત્‍યાર સુધીમાં ૫,૨૧,૯૬૬ લોકોના મોત થયા છે.
નોંધપાત્ર વાત એ છે કે, ૭ ઓગસ્‍ટ ૨૦૨૦ના રોજ દેશમાં સંક્રમિત લોકોની સંખ્‍યા ૨૦ લાખ, ૨૩ ઓગસ્‍ટ ૨૦૨૦ના રોજ ૩૦ લાખ અને ૫ સપ્‍ટેમ્‍બર ૨૦૨૦ના રોજ ૪૦ લાખથી વધુ થઈ ગઈ હતી. ચેપના કુલ કેસ ૧૬ સપ્‍ટેમ્‍બર ૨૦૨૦ના રોજ ૫૦ લાખ, ૨૮ સપ્‍ટેમ્‍બર ૨૦૨૦ના રોજ ૬૦ લાખ, ૧૧ ઓક્‍ટોબર ૨૦૨૦ના રોજ ૭૦ લાખ, ૨૯ ઓક્‍ટોબર ૨૦૨૦ના રોજ ૮૦ લાખ અને ૨૦ નવેમ્‍બરના રોજ ૯૦ લાખને વટાવી ગયા હતા.
૧૯ ડિસેમ્‍બર ૨૦૨૦ ના રોજ, દેશમાં આ કેસ એક કરોડને વટાવી ગયા હતા. ગયા વર્ષે, ૪ મેના રોજ, સંક્રમિતોની સંખ્‍યા ૨૦ મિલિયનને વટાવી ગઈ હતી અને ૨૩ જૂન, ૨૦૨૧ ના   રોજ, તે ૩૦ મિલિયનને વટાવી ગઈ હતી. આ વર્ષે ૨૬ જાન્‍યુઆરીએ કેસ ચાર કરોડને વટાવી ગયો હતો.

 

(10:53 am IST)