Gujarati News

Gujarati News

News of Tuesday, 19th April 2022

૧૦ના સિક્કા સ્‍વીકારવાની ના પાડશો તો લાગશે રાજદ્રોહનો ગુનો

પાટણમાં ૧૦ના સિક્કાનો અસ્‍વીકાર કરનાર સાવધાન

નવી દિલ્‍હી, તા.૧૯: પાટણમાં રૂ.૧૦દ્ગક્ર સિક્કા નહિ સ્‍વીકારનાર સામે હવે લાગશે મોટો ગુનો પાટણ લ્‍ઝપ્‍ સચિન કુમારે જણાવ્‍યું હતું કે ભારતીય રિઝર્વ બેન્‍ક દ્વારા પ્રસ્‍થાપિત નાની રકમ ની ચલણી નોટ અને સિક્કાઓ કેટલાક સ્‍થળે વેપારીઓ કે પછી પેટ્રોલ પમ્‍પ પર સ્‍વીકારવાની કેટલાક વ્‍યક્‍તિઓ આનાકાની કરતા હોવાની ઘટનાઓ સામે આવી છે. જે બાદ આ નિર્ણય લેવો જરુરી હતો.

મહત્‍વનું છે કે, પાટણ શહેરના અનેક વિસ્‍તારોમાં ભારતીય રિઝર્વ બેન્‍ક દ્વારા ચલણમાં મૂકવામાં આવેલા દસ રૂપિયાના સિક્કાનો અને નાની રકમની ચલણી નોટનો સ્‍વીકાર કરવામાં આવતો નથી.કેટલાક વેપારીઓ અને પેટ્રોલપંપ પર સ્‍વીકારવામાં આવતા નથી. આ પ્રકારની ફરિયાદ એક અરજદારે પ્રાંત અધિકારીને કરી હતી. આથી આ મામલે પેટ્રોલપંપના માલિક સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

સાથે જ પાટણ શહેરમાં રૂપિયા ૧૦ની ચલણી સિક્કો કે રૂપિયા પાંચની ચલણી નોટ કે અન્‍ય કોઈ ભારતનું ચલણ ન સ્‍વીકારનાર સામે રાજદ્રોહનો ગુનો નોંધાશે તેવો પરિપત્ર નિવાસી અધિક કલેક્‍ટર દ્વારા જાહેર કરવામાં આવ્‍યો છે.રિઝર્વ બેન્‍ક ની ચલણી ૫ ની નોટ કે ૧૦ રૂપિયા નો સિક્કો કોઈ વ્‍યક્‍તિ સ્‍વીકારવા ની ના કહે તો તેના પર ભારતીય દંડ સંહિતા કલમ - ૧૨૪ એ મુજબ રાજદ્રોહનો કેસ બનાવવા માં આવશે. જોકે પાંચ રૂપિયાની નોટ કે દસના સિક્કા નહીં સ્‍વીકારનારા સામે રાજદ્રોહની કલમ લગાવવાની વાત સમગ્ર ગુજરાતમાં પહેલીવાર પાટણના એસડીએમ સચિન કુમાર દ્વારા કરવામાં આવી છે.

(11:15 am IST)