Gujarati News

Gujarati News

News of Tuesday, 19th April 2022

ચારધામ યાત્રામાં બિનહિન્દુઓના પ્રવેશ પર પ્રતિબંધ? : ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીનું નિવેદન : બિન-હિન્દુ લોકોનું વેરિફિકેશન કરવામાં આવશે : આગામી મે મહિનાથી કેદારનાથ-બદ્રીનાથના ધામોના દ્વાર ખુલી રહ્યા છે તેવા સમયે યુપી, દિલ્હી સહિતના અન્ય રાજ્યોમાંથી આવતા તમામ શ્રદ્ધાળુઓની ચકાસણી કરવામાં આવશે

ઉત્તરાખંડ : ઉત્તરાખંડમાં આગામી મે મહિનાથી કેદારનાથ-બદ્રીનાથના ધામોના દ્વાર ખુલી રહ્યા છે. આ દરમિયાન, સીએમ પુષ્કર સિંહ ધામીએ એક મોટું નિવેદન આપતા કહ્યું કે પ્રવાસ પર જતા પહેલા દરેકની ચકાસણી કરવામાં આવશે.

મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ કહ્યું કે ચારધામ યાત્રા પર જતા પહેલા બિન-હિન્દુ લોકોનું વેરિફિકેશન કરવામાં આવશે. જોકે, તેણે કોઈ ખાસ ધર્મનું નામ લીધું નથી. ધામીએ જણાવ્યું હતું કે ચારધામ યાત્રા દરમિયાન યુપી, દિલ્હી સહિતના પડોશી રાજ્યોમાંથી રાજ્યમાં આવતા તમામ શ્રદ્ધાળુઓની પણ ચકાસણી કરવામાં આવશે.

તેમણે કહ્યું કે રાજ્યમાં શાંતિ અને સુરક્ષા જાળવવા માટે નક્કર વ્યૂહરચના બનાવીને કડક પગલાં લેવામાં આવશે. તેમણે કહ્યું કે રાજ્યની ધાર્મિક સંસ્કૃતિને બચાવવા માટે તમામ પ્રયાસો કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે ધર્માચાર્ય સ્વામી આનંદ સ્વરૂપે મુખ્યમંત્રી કાર્યાલયને પત્ર મોકલીને માંગ કરી હતી કે કેન્દ્રનાથ, બદ્રીનાથ સહિત ચારધામમાં બિન-હિંદુઓના પ્રવેશ પર રોક લગાવવામાં આવે.

જો ઉત્તરાખંડ સરકાર આ અંગે કોઈ નિર્ણય નહીં લે તો તેઓ જાતે જ વેરિફિકેશન કરાવશે જેથી ધાર્મિક સ્થળોમાં બિન-હિંદુઓના પ્રવેશ પર રોક લગાવી શકાય. પત્રમાં કહેવામાં આવ્યું હતું કે હિંદુ તીર્થસ્થળોમાં, ખાસ કરીને ચાર ધામમાં બિન-હિંદુઓના પ્રવેશ પર પ્રતિબંધ હોવો જોઈએ. ઉત્તરાખંડની ધાર્મિક સંસ્કૃતિને બચાવવા માટે તમામની ચકાસણી શરૂ કરવી જોઈએ.

તમને જણાવી દઈએ કે ગંગોત્રી અને યમુનોત્રી ધામના દરવાજા 3 મેના રોજ ખુલી રહ્યા છે. કેદારનાથ ધામના દરવાજા 06 મેના રોજ ખુલશે અને બદ્રીનાથ ધામના દરવાજા 8 મેના રોજ ભક્તો માટે ખોલવામાં આવશે. યાત્રા શરૂ થાય તે પહેલા સરકાર અને વહીવટી તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે તૈયારીઓ કરવામાં આવી રહી છે.તેવું એચ.ટી.એચ.દ્વારા જાણવા મળે છે.

(12:56 pm IST)