Gujarati News

Gujarati News

News of Tuesday, 19th April 2022

લેફટનન્‍ટ જનરલ મનોજ પાંડે બન્‍યા નવા આર્મી ચીફ

નેશનલ ડિફેન્‍સ એકેડેમીના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે : તેમને ૧૯૮૨માં કોર ઓફ એન્‍જિનિયર્સમાં કમિશન મળ્‍યું હતું

નવી દિલ્‍હી તા. ૧૯ : લેફટનન્‍ટ જનરલ મનોજ પાંડેને નવા આર્મી ચીફ બનાવવામાં આવ્‍યા છે. તેઓ આર્મી ચીફ બનનારા પ્રથમ એન્‍જિનિયર બન્‍યા છે. તેઓ આ મહિનાના અંતમાં વર્તમાન આર્મી ચીફ જનરલ એમએમ નરવાણેની નિવૃત્તિ બાદ જવાબદારી સંભાળશે. લેફટનન્‍ટ જનરલ મનોજ પાંડે નેશનલ ડિફેન્‍સ એકેડેમીના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે. તેમને ૧૯૮૨માં કોર ઓફ એન્‍જિનિયર્સમાં કમિશન મળ્‍યું હતું.

લેફટનન્‍ટ જનરલ મનોજ પાંડેએ જમ્‍મુ-કાશ્‍મીરમાં સરહદ નજીક સંવેદનશીલ પલ્લવવાલા સેક્‍ટરમાં ઓપરેશન પરાક્રમ દરમિયાન ૧૧૭ એન્‍જિનિયર રેજિમેન્‍ટની કમાન સંભાળી હતી. પશ્ચિમી સેક્‍ટરમાં એક એન્‍જિનિયર બ્રિગેડ અને પヘમિી લદાખના ઊંચાઈ ધરાવતા વિસ્‍તારોમાં એક પર્વતીય ડિવિઝન અને પૂર્વોત્તરમાં એક કોરની કમાન સંભાળી હતી. તેઓ સંયુક્‍ત રાષ્ટ્રના ઘણા મિશનોમાં યોગદાન આપી ચૂક્‍યા છે. તેઓ જૂ ૨૦૨૦થી મે ૨૦૨૧ સુધી અંદામાન-નિકોબાર કમાનના કમાન્‍ડર ઈન ચીફ પણ રહ્યા હતા.

આ મહિનાના અંતમાં નિવૃત્ત થનારા જનરલ નરવાણેને આગામી ચીફ ઓફ ડિફેન્‍સ સ્‍ટાફ (CDS) બનાવવામાં આવી શકે છે. ભારતના પ્રથમ સીડીએસ જનરલ બિપીન રાવતના નિધન બાદ આ સ્‍થાન હજી ખાલી છે. આ સ્‍થાન માટે હજી સુધી સત્તાવાર રીતે કોઈ નામની જાહેરાત કરવામાં આવી નથી. ગત ડિસેમ્‍બરમાં એક હેલીકોપ્‍ટર ક્રેશમાં જનરલ બિપીન રાવતનું નિધન થયું હતું.

(1:43 pm IST)