Gujarati News

Gujarati News

News of Tuesday, 19th April 2022

બંગાળમાં ફરી રાજકીય હિંસા ? : બીજેપી કાર્યકર પૂર્ણચંદ્ર નાગનો મૃતદેહ ઝાડ પર લટકતો જોવા મળ્યો : નાગને માર્યા બાદ લાશને ઝાડ પર લટકાવી દેવામાં આવી હોવાનું ગ્રામજનોનું નિવેદન : હત્યા માટે ટીએમસી જવાબદાર હોવાનો ભાજપનો આક્ષેપ : પોલીસે મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો

કોલકત્તા : પશ્ચિમ બંગાળના બીરભૂમ જિલ્લામાં એક બીજેપી કાર્યકરનો મૃતદેહ ઝાડ પર લટકતો મળી આવ્યો હતો. બીજેપી કાર્યકર પૂર્ણચંદ્ર નાગનો મૃતદેહ બીરભૂમના મલ્લપુર પોલીસ સ્ટેશન હેઠળના બરોતુરી વિસ્તારમાં ઝાડ પર લટકતો મળી આવ્યો હતો.

ગ્રામજનોનું કહેવું છે કે નાગને માર્યા બાદ લાશને ઝાડ પર લટકાવી દેવામાં આવી છે. ભાજપ દ્વારા આ હત્યા માટે ટીએમસીને જવાબદાર ઠેરવવામાં આવી છે. આવી સ્થિતિમાં રાજ્યમાં ફરી એકવાર રાજકીય તણાવનું વાતાવરણ સર્જાઈ શકે છે. હાલ મામલાની તપાસ શરૂ કરી દેવામાં આવી છે અને પોલીસે કામદારના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે.તેવું એચ.ટી.એચ.દ્વારા જાણવા મળે છે.

(2:14 pm IST)