Gujarati News

Gujarati News

News of Tuesday, 19th April 2022

ઓવરલોડીંગ પણ ઓવરલોડ !!!

રાજસ્‍થાનના બારા શહેર નજીકના ફોરલેન હાઇવે ર૭ ઉપર ફતેહપુર ટોલ પ્‍લાઝા નજીક ભુસાના ઓવરલોડ ભરાયેલ ટ્રેકટરની ટ્રોલીઓની લાઇન લાગી હતી. આ ટ્રોલીને કારણે ડ્રાયવરને પાછળનું કશું નથી દેખાતું અને પાછળના વાહનને આગળનું કશું નથી દેખાતું. આવા વાહનો દુર્ઘટનાનું કારણ બને છે. વાહન વ્‍યવહાર પોલીસ અધિકારીએ જણાવેલ કે આવા વાહન શહેરમાં પ્રવેશે છે તો ચલણ બનાવામાં આવે છે. આવા વાહનને જપ્‍ત કરવામાં આવે તો તેને રાખવાની સમસ્‍યા ઉભી થાય છે. ઉપરાંત અન્‍ય એક અધિકારીએ જણાવેલ કે, આવા વાહનનો દંડ ૧૦ હજાર હોય છે. જો અમે પાવતી ફાડીએ તો ખેડુતોને પરેશાન કરવાનો આરોપ લગાડાય છે.

(3:00 pm IST)