Gujarati News

Gujarati News

News of Tuesday, 19th April 2022

કાબુલ : હાઇસ્‍કુલમાં બોંબધડાકા : ૨૫ છાત્રોના મોત

કુલ ત્રણ બોંબ ધડાકા થયા

કાબુલ તા. ૧૯ : અફઘાનિસ્‍તાનની રાજધાની કાબુલમાં બે ભયાનક બોમ્‍બ વિસ્‍ફોટોમાં ઓછામાં ઓછા ૨૫ શાળાના બાળકો માર્યા ગયા હોવાના અહેવાલ છે. જણાવવામાં આવી રહ્યું છે કે પશ્‍મિચી કાબુલના દશ્‍ત-એ-બરચી વિસ્‍તારમાં એક સ્‍કૂલની પાછળ એક પછી એક બે બ્‍લાસ્‍ટ થયા હતા. જયારે બ્‍લાસ્‍ટ થયો ત્‍યારે બાળકો શાળામાંથી બહાર આવી રહ્યા હતા. અફઘાનિસ્‍તાનના ગૃહ મંત્રાલયે આ વિસ્‍ફોટોની પુષ્ટિ કરી છે. જો કે હજુ સુધી સત્તાવાર મૃત્‍યુઆંક સામે આવ્‍યો નથી.
ટોલો ન્‍યૂઝ અનુસાર, એક વિસ્‍ફોટ મુમતાઝ ટ્રેનિંગ સેન્‍ટર પાસે થયો હતો જયારે બીજો વિસ્‍ફોટ અબ્‍દુલ રહીમ શહીદ હાઈસ્‍કૂલની સામે થયો હતો. જયારે વિસ્‍ફોટ થયો ત્‍યારે બાળકો તેમના વર્ગખંડમાંથી બહાર આવી રહ્યા હતા. અફઘાનિસ્‍તાનના ગૃહ મંત્રાલયે કહ્યું છે કે તે વિસ્‍ફોટોની તપાસ કરી રહી છે અને વધુ વિગતો પછીથી શેર કરવામાં આવશે. કેટલાક અહેવાલોમાં દાવો કરવામાં આવ્‍યો છે કે કાબુલમાં કુલ ત્રણ બ્‍લાસ્‍ટ થયા હતા.
પ્રત્‍યક્ષદર્શીઓના જણાવ્‍યા અનુસાર અબ્‍દુલ રહીમ શહીદ હાઈસ્‍કૂલમાં જ બે બ્‍લાસ્‍ટ થયા હતા. આમાં ઓછામાં ઓછા ૨૫ બાળકોના મોત થયા છે. અબ્‍દુલ રહીમ શહીદ હાઈસ્‍કૂલ પશ્ચિમ કાબુલની સૌથી લોકપ્રિય શાળાઓમાંની એક છે. આ શાળામાં ભણતા તમામ બાળકો લઘુમતી હજારા સમુદાયના હતા, જે ઘણીવાર આતંકવાદીઓના નિશાના પર રહે છે. ભૂતકાળમાં તાલિબાન શાસન હેઠળ હજારા સમુદાયના લોકો પર ઘણા હુમલા થયા છે. હજુ સુધી કોઈ જૂથે આ હુમલાઓની જવાબદારી લીધી નથી.

 

(3:16 pm IST)