Gujarati News

Gujarati News

News of Tuesday, 19th April 2022

ઈન્‍ડોનેશિયામાં ભૂકંપના આંચકા : ૬ની તીવ્રતા નોંધાઈ

જકાર્તા, તા.૧૯: ઈન્‍ડોનેશિયામાં આજે મંગળવારે સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ઈન્‍ડોનેશિયાની ધરતી ભૂકંપથી હચમચી ગઈ હતી. ભૂકંપના કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. લોકો પોતાના ઘરોમાંથી બહાર નીકળી આવ્‍યા હતા. મળતી માહિતી મુજબ, રિક્‍ટર સ્‍કેલ પર ભૂકંપની તીવ્રતા ૬.૦ નોંધાઈ હતી.

નેશનલ સેન્‍ટર ફોર સીસ્‍મોલોજી (NCS)ના જણાવ્‍યા પ્રમાણે ભૂકંપના આંચકા સવારે ૬.૫૩ વાગ્‍યે અનુભવાયા હતા. NCSએ જણાવ્‍યું કે ભૂકંપનું કેન્‍દ્ર સુલાવેસીથી ૭૭૯ કિમી દૂર હતું.

(4:00 pm IST)