Gujarati News

Gujarati News

News of Tuesday, 19th April 2022

એરટેલના ગ્રાહકોને ઝટકો : કંપનીએ પ્‍લાનમાં કર્યા ફેરફાર

૪ પોસ્‍ટપેડ પ્‍લાન તેમજ એમેઝોન પ્રાઇમ વીડિયો મેમ્‍બરશિપમાં નવા બદલાવ

નવી દિલ્‍હી તા. ૧૯ : ભારતી એરટેલે મફત એમેઝોન પ્રાઇમ વિડિયો મેમ્‍બરશિપ સાથે તેના 4 પ્‍લાનમાં મોટો ફેરફાર કર્યો છે. એરટેલ તેના 4 પોસ્‍ટપેડ પ્‍લાન અને કેટલાક પ્રીપેડ પ્‍લાન્‍સ સાથે ફ્રી મેમ્‍બરશિપ ઓફર કરે છે, પરંતુ કંપનીએ તેના પોસ્‍ટપેડ પ્‍લાન્‍સમાં હમણાં જ ફેરફાર કર્યા છે. એરટેલના ચાર પ્‍લાન એમેઝોન પ્રાઇમ વિડિયોનું મફત સબ્‍સ્‍ક્રિપ્‍શન ઓફર કરે છે. અગાઉ આ પ્‍લાન્‍સમાં રૂ. 499, રૂ. 999, રૂ. 1199 અને રૂ. 1599 નો સમાવેશ થતો હતો. આ પ્‍લાન્‍સમાં ગ્રાહકોને 1 વર્ષનું સબસ્‍ક્રિપ્‍શન આપવામાં આવતું હતું, પરંતુ હવે સબસ્‍ક્રિપ્‍શનની વેલિડિટી ઘટાડી દેવામાં આવી છે, અને તેને 1 વર્ષથી ઘટાડીને માત્ર 6 મહિના કરી દેવામાં આવી છે.
આ પ્‍લાનમાં ગ્રાહકોને 40GB માસિક ડેટા મળે છે, જે 200 GB સુધીના રોલઓવર સાથે આવે છે. ગ્રાહકોને દરરોજ 100 SMS આપવામાં આવે છે જેમાં ફ્રી અમર્યાદિત કોલિંગ થાય છે, અને તે પછી SMS ચાર્જ પ્રતિ સંદેશ 10p થઈ જાય છે. આમાં ગ્રાહકોને 1 વર્ષ માટે વિંક અને શો એકેડમીમાં ફ્રી એક્‍સેસ આપવામાં આવશે.આ પ્‍લાનમાં ગ્રાહકોને 75GB માસિક ડેટા મળે છે. જે 200GB સુધીના રોલઓવર સાથે આવે છે. જેમાં દરરોજ 100 SMS સુવિધા આપવામાં આવે છે, અને ગ્રાહકોને આ પ્‍લાન સાથે 6 મહિના માટે Amazon Prime અને 1 વર્ષ માટે Disney + Hotstar મોબાઈલ આપવામાં આવે છે. એટલું જ નહીં, તેને શો એકેડમી અને વિંક પ્રીમિયમની આજીવન એક્‍સેસ પણ મળે છે. આ સિવાય આમાં અનલિમિટેડ કોલિંગનો ફાયદો પણ આપવામાં આવ્‍યો છે.
આ પ્‍લાનમાં ગ્રાહકોને 100GB માસિક ડેટા મળે છે, જે 200GB સુધીના રોલઓવર સાથે આવે છે. આમાં Amazon Prime 6 મહિના માટે અને Disney + Hotstar મોબાઈલ 1 વર્ષ માટે આપવામાં આવે છે. આ પ્‍લાન સાથે, યુઝર્સને પરિવારના સભ્‍યો માટે બે ફ્રી એડ-ઓન રેગ્‍યુલર વોઇસ કનેક્‍શન આપવામાં આવે છે.
આ પ્‍લાનમાં ગ્રાહકોને 150GB માસિક ડેટા મળે છે, જે 200GB સુધીના રોલઓવર સાથે આવે છે. આમાં Amazon Prime 6 મહિના માટે અને Disney + Hotstar મોબાઈલ 1 વર્ષ માટે આપવામાં આવે છે. આમાં ગ્રાહકોને ફ્રી કોલિંગ મળે છે.
તેમાં ગ્રાહકોને અનલિમિટેડ કોલિંગ મળે છે. આ પ્‍લાનમાં ગ્રાહકોને 250GB માસિક ડેટા મળે છે, જે 200GB સુધીના રોલઓવર સાથે આવે છે. આમાં Amazon Prime 6 મહિના માટે અને Disney + Hotstar મોબાઈલ 1 વર્ષ માટે આપવામાં આવે છે. આમાં ગ્રાહકોને ફ્રી કોલિંગ મળે છે. આ પ્‍લાન સાથે, યુઝર્સને પરિવારના સભ્‍યો માટે બે ફ્રી એડ-ઓન 3 નિયમિત વોઇસ કનેક્‍શન આપવામાં આવે છે.(૨૧.૩૪)

 

(4:00 pm IST)