Gujarati News

Gujarati News

News of Tuesday, 19th April 2022

૦૦૦૧ નંબર માટે એક્‍ટિવાના માલિકે ખર્ચ્‍યા ૧૫.૪ લાખ રૂપિયા

ચંડીગઢ, તા.૧૯: ભારતમાં વાહનોની નંબર-પ્‍લેટ માટેના ફેન્‍સી નંબરની ઊંચી કિંમતે બોલી બોલાય છે એ કોઈથી છૂપું નથી. સેડાનથી લઈને લક્‍ઝરી કાર સુધીનાં વાહનો માટે ફેન્‍સી નંબર હરાજીમાં મળી શકે છે, દૂરથી જ ઓળખી શકાય એવા આ અનોખા નંબર્સ કારના માલિકનું વર્ચસ્‍વ દાખવવામાં કામ આવે છે. તાજેતરમાં આરટીઓ દ્વારા હાથ ધરાયેલા ઓક્‍શનમાં કુલ ૩૭૮ ફેન્‍સી રજિસ્‍ટ્રેશન નંબર તેમ જ બાકી રહેલા નંબર્સ ૧.૫ કરોડ રૂપિયામાં વેચાયા હતા. ચંડીગઢમાં એક વ્‍યક્‍તિએ તેની એક્‍ટિવા માટે ૧૫.૪૪ લાખ રૂપિયા ખર્ચીને ફેન્‍સી નંબર સીએચ-૦૧-સીજે-૦૦૦૧ ખરીદ્યો હતો. અચરજભરી વાત એ છે કે ટૂ-વ્‍હીલર એક્‍ટિવાની કિંમત માત્ર ૭૧,૦૦૦ રૂપિયા છે.
એક્‍ટિવા માટે ફેન્‍સી નંબર ખરીદનાર બ્રિજ મોહને જણાવ્‍યા અનુસાર આ નંબરનો ઉપયોગ તે પોતાની એક્‍ટિવા માટે કરશે, પરંતુ પછીથી એ પોતાની કાર માટે વાપરશે.  સામાન્‍ય રીતે ફેન્‍સી નંબરની કિંમત અને વાહનની કિંમતનો ઊંધો ગુણોત્તર હોય છે. ચંડીગઢ રજિસ્‍ટરિંગ અને લાઇસન્‍સિંગ ઓથોરિટીએ ૧૪થી ૧૬ એપ્રિલ દરમ્‍યાન ૩૭૮ ફેન્‍સી નંબરની લિલામી કરી હતી, જેમાં બિડર્સે કુલ શ્રેણી માટે ૧.૫ કરોડ રૂપિયાની બોલી લગાવી હતી.(૨૩.૨૧)

 

(4:02 pm IST)