Gujarati News

Gujarati News

News of Tuesday, 19th April 2022

ડોમેસ્ટીક ફલાઇટમાં RTPCR ટેસ્ટની જરૂરીયાત નહીંઃ સિંધીયાની જાહેરાત

ઘરેલુ વિમાન યાત્રા માટે યાત્રીઓને કેન્દ્રની મોટી રાહત : જો કે રાજય કોરોના સંક્રમણ ફેલાવાની તકેદારી રૂપે RTPCR ટેસ્ટ કરી શકે છે

નવી દિલહી તા. ૧૯ : કેન્દ્રીય ઉડયન ખાતાઍ હવાઇ યાત્રીઅોને મોટી રાહત આપી છે  ઉડયન મંત્રી સિંધીયાઍ જણાવેલ કે સ્થાનીક યાત્રા માટે હવે આરટીપીસીઆર ટેસ્ટની કોઇ જરૂર નથી. પણ ઘણા રાજયોઍ નિયમો બનાવ્યા છે. રાજયને લાગે કે કોરોના કેસની સંખ્યા વધી રહી છે, તેઅો સાવધાની માટે ઉપાય કરી શકે છે.

સિંધીયાઍ જણાવેલ કે રાજય સરકારને કોવીડનો ફેલાવો ઝડપથી વધી રહ્ના છે, તો તે યાત્રીઅોના કોરોના ટેસ્ટ કરાવી શકે છે. તે રાજયના અધિકાર ક્ષેત્રોમાં આવે છે. ઉપરાંત તેમણે જણાવેલ કે કોરોના પછી ૪ લાખ લોકોઍ યાત્રા કરી નવો રેકોર્ડ બનાવ્યો છે. આ સિવીલ ઍવીઍશન મિનિસ્ટ્રી માટે આ ઍક ઐતિહાસીક દિવસ છે.

વધુમાં સિંધીયાઍ જણાવેલ કે, આંતરરાષ્ટ્રીય ફલાઇટના નિયમો અમે સ્વાસ્થ્ય મંત્રાલય સાથે મળીને તૈયાર કર્યા છે જેને વેબસાઇટ ઉપર મુકી દેવામાં આવ્યા છે. જેમાં વેકસીનેશન સર્ટીફીકેટ અથવા યાત્રા પહેલાના ૭ર કલાક અંદરના ય્વ્ભ્ઘ્ય્ ટેસ્ટ અપલોડ કરવાના રહેશે. ઉપરાંત તેમણે આ મહિનાથી વધુ ડોમેસ્ટીક ફલાઇટ શરૂ થવાની આશા પણ વ્યકત કરી હતી.

(4:31 pm IST)