Gujarati News

Gujarati News

News of Tuesday, 19th April 2022

જમ્મુ-કાશ્મીરના કુપવાડામાં ઍલઓસીની સામે પારથી હથિયારો જપ્તઃ શોપિયામાં લઘુમતી ગાર્ડ ઉપર આતંકી હુમલો

(સુરેશ ડુગ્ગર દ્વારા) જન્મુ તા.૧૯ : જમ્મુ કાશ્મીરના કુપવાડા પોલીસ અને સેનાઍ શરૂ કરેલ અભિયાન દરમિયાન કુપવાડામાં ઍલઓસીની સામે પારથી મોટી સંખ્યામાં લવાતા હથિયારો જપ્ત કરાયા છે. જયારે શોપિયામા લઘુમતી ગાર્ડ ઉપર આતંકી હુમલો કરવામાં આવ્યો છે.

પોલીસને મળેલ બાતમીના આધારે કુપવાડામા હાજમ મોહલ્લા વિસ્તારમાં શંકાસ્પદ બેગમાથી ૧૦ પિસ્તોલ, ૧૭ કારતુસ, પ ગ્રેનેડ સહિત મોટી સંખ્યામા હથિયારો જ કર્યા હતા.

આતંકવાદીઓઍ હરપોરા બટાગુંડ વિસ્તારમાં લઘુમતી ગાર્ડ ઉપર હુમલો કર્યો હતો. પરંતુ તેનો બચાવ થયો હતો. સુરક્ષા કર્મચારીઓ દ્વારા આતંકવાદીઅોની શોધખોળ હાથ ધરાઇ છે.

(4:32 pm IST)