Gujarati News

Gujarati News

News of Tuesday, 19th April 2022

રાજસ્થાનની SBI શાખામાંથી રૂ. 11 કરોડના સિક્કા ગુમ : હાઈકોર્ટે તપાસ કરવાનો નિર્દેશ આપતા CBI દ્વારા કાર્યવાહી ચાલુ

જયપુર : સેન્ટ્રલ બ્યુરો ઑફ ઈન્વેસ્ટિગેશન (CBI) એ સ્ટેટ બેંક ઑફ ઈન્ડિયા (SBI)ની મહેંદીપુર બાલાજી શાખામાંથી 11 કરોડ રૂપિયાના 'ગુમ' સિક્કાના કેસમાં FIR દાખલ કરી છે. ઉલ્લેખનીય છે કે, રાજસ્થાન હાઈકોર્ટે એજન્સીને આ મામલે તપાસ કરવાનો નિર્દેશ આપ્યો હતો.

પ્રારંભિક એફઆઈઆર 16 ઓગસ્ટ, 2021ના રોજ કરૌલીના તોડાભીમ પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવી હતી. આ પછી, બેંક સમિતિ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી.

દરમિયાન, એસબીઆઈએ રાજસ્થાન હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો અને સીબીઆઈને એફઆઈઆર દાખલ કરવાની સૂચના આપવા વિનંતી કરી હતી.તેવું ઈ.એ.દ્વારા જાણવા મળે છે.

(7:21 pm IST)