Gujarati News

Gujarati News

News of Tuesday, 19th April 2022

રશિયાને આતંકવાદ પ્રાયોજક દેશના રૃપમાં નામિત કરવા યુએસની વિચારણા

રશિયા સામે કડક કાર્યવાહીની શક્યતા : યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ અમેરિકી રાષ્ટ્રપતિ જો બાયડનને રશિયા પર આ બાબત લાગુ કરવાનો આગ્રહ કર્યો

કાબુલ,તા.૧૯ : અમેરિકા વિદેશ વિભાગના અધિકારી રશિયાને આતંકવાદ પ્રાયોજક દેશના રૃપમાં નામિત કરવા પર વિચારી રહ્યા છે. વિદેશ વિભાગના પ્રવક્તા નેડ પ્રાઈસે એક ઈન્ટરવ્યુ દરમિયાન જણાવ્યું હતું કે, અમે આ માટે તથ્યો અને કાયદાને ખૂબ નજીકથી જોઈ રહ્યા છીએ. જ્યારે તે અસરકારક અને યોગ્ય હશે ત્યારે અમે તેનો અમલ કરીશું.

મળતી માહિતી પ્રમાણે યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ અમેરિકી રાષ્ટ્રપતિ જો બાયડનને રશિયા પર તેને લાગુ કરવાનો આગ્રહ કર્યો છે.

વ્હાઈટ હાઉસના જણાવ્યા પ્રમાણે યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકી સાથે મુલાકાત માટે કીવ જવાની હાલમાં કોઈ યોજના નથી.

વ્હાઈટ હાઉસના પ્રવક્તા જેન સાકીએ બાયડન વહીવટીતંત્રના એક ઉચ્ચ સ્તરીય અમેરિકી અધિકારીને કીવ મોકલવાની યોજના વિશે જણાવ્યું હતું કે, તેમના જવાની કોઈ યોજના નથી. અમેરિકાએ અગાઉ યુક્રેનને ભારે તોપખાના સહિત ૮૦૦ મિલિયન યુએસ ડોલરની વધારાની લશ્કરી સહાયની જાહેરાત કરી હતી.

વોશિંગ્ટનના પૂર્વી યુક્રેનમાં રશિયા દ્વારા વ્યાપક હુમલાની આશંકા વ્યક્ત કરી હતી. આ દરમિયાન વ્હાઈટ હાઉસના જણાવ્યા પ્રમાણે યુક્રેનને સમર્થન અને રશિયા પર પ્રતિબંધો પર ચર્ચા કરવા માટે રાષ્ટ્રપતિ જો બાયડન મંગળવારે અમેરીકી સહયોગીઓ અને ભાગીદારો સાથે એક વીડિયો કોલ દ્વારા વાતચીત કરશે.

(8:02 pm IST)