Gujarati News

Gujarati News

News of Tuesday, 19th April 2022

યુક્રેન સેનાને શરણાગતિ માટે રશિયાએ ગંભીર ચેતવણી આપી

એપ્રિલના પ્રથમ સપ્તાહમાં પાછો સળવળાટ : રશિયાએ કહ્યું કે આ અંતિમ ચેતવણી છે જો હજી પણ તમે સમર્પણ નહિ કરો તો જીવતા નહિ બચી શકો

મોસ્કો,તા.૧૯ : નાટોમાં સ્થાન મેળવવની જીદને કારણે રશિયા અને યુક્રેન વચ્ચે ફાટી નીકળેલા યુદ્ધમાં એપ્રિલના પ્રથમ સપ્તાહમાં ઓટ આવ્યા બાદ ફરી હવે ઉંચા વમળો ઉડી રહ્યાં છે. યુક્રેને રશિયાના એક મોટા સમુદ્રી જહાજને તોડી પાડવા હવે પુતિન સમગ્ર મોરચે યુક્રેન સામે લડી લેવા તૈયાર છે.

રશિયન સેનાએ ચેતવણી આપતા યુક્રેનની સેનાને પોતાના હથિયાર નીચે મુકીને સરેન્ડર કરવાની અંતિમ ચેતવણી આપી છે. રશિયાએ કહ્યું કે આ અંતિમ ચેતવણી છે જો હજી પણ તમે સમર્પણ નહિ કરો તો જીવતા નહિ બચી શકો. સમાચાર એજન્સી એએફપીએના અહેવાલ અનુસાર રશિયન ડિફેન્સ મિનિસ્ટરીએ યુક્રેનિયન સૈનિકોને આખરી ચેતવણી આપી છે કે તેઓ કબજે કરાયેલા મારિયોપોલ શહેરને બચાવવાનો, ફરી પરત મેળવવાનો પ્રયાસ કરી રહ્યાં છે, તેઓ પ્રતિકાર કરવાનું બંધ કરે.

રશિયન સંરક્ષણ પ્રધાન યુક્રેનની રાજધાની કીવને કરેલ એક સંબોધનમાં કહ્યું કે તમારા સૈનિકોને કહો હથિયાર નીચે મુકી દે. આદેશ આપો કે બિનજરૃરી પ્રતિકાર બંધ કરે.

આ સિવાય અંતિમ અલ્ટીમેટમ આપતા તેમણે કહ્યું કે જો મારિયોપોલને બચાવવા લડી રહેલ તમામ સૈનિકો બપોર ૦૯.૦૦ જીએમટી સુધીમાં તેમના હથિયારો નીચે મૂકે તો તેઓ *ચોક્કસપણે જીવિત* રહી શકશે.

આ અગાઉ એવા અહેવાલ અનુસાર યુક્રેનની રાજધાની કીવમાં અધિકારીઓએ કહ્યું હતું કે રશિયાએ પૂર્વી યુક્રેનમાં મોટો હુમલો શરૃ કરી દીધો છે. રાજધાની કીવને કબજે કરવામાં નિષ્ફળ ગયા પછી હવે રશિયન હુમલાના નવા તબક્કાની શરૃઆત થઈ છે.

(8:03 pm IST)